1લી નવેમ્બરથી LPG સિલિન્ડર OTP વગર નહિ મળે,LPG સિલિન્ડરની હોમ ડિલિવરી સિસ્ટમમાં થશે મોટો ફેરફાર

945 Views

દેશમાં ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની સિસ્ટમ પહેલાં જેવી નહીં રહે. એક નવેમ્બરથી હોમ ડિલિવરી સિસ્ટમમાં બદલાવ થવાનો છે. LPG સિલિન્ડર હવે આગામી દિવસોમાં OTP વગર નહીં મળે. રિપોર્ટ અનુસાર ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકની ઓળખાણ કરવા માટે ઓઈલ કંપનીઓ નવા LPG સિલિન્ડરની નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવાની છે. આ નવી સિસ્ટમને DAC (Delivery Authentication Code)નું નામ આપવામાં આવ્યું છે. 100 સ્માર્ટ સિટીમાંઆ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જયપુરમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી ચાલી રહ્યો છે.

નવી સિસ્ટમની શું થશે અસર?

હવે ફક્ત બુકિંગ કરાવી લેવાથી સિલિન્ડરની ડિલિવરી નહીં થાય. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામા આવશે અને જ્યાં સુધી તમે ડિલિવરી બોયને તે કોડ દેખાડશો નહીં ત્યાં સુધી સિલિન્ડરની ડિલિવરી થશે નહીં. જો કોઈ કસ્મટરનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી બોયની પાસે App હશે, જેના મારફતે મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે અને તે બાદ જ કોડ જનરેટ થશે.

આ લોકોને પડશે તકલીફ

નવી સિસ્ટમમાં એવાં કસ્ટમર્સની મુશ્કેલીઓ વધી જશે, જેઓનું એડ્રેસ અને મોબાઈલ નંબર ખોટા છે અને તેને કારણે સિલિન્ડરની ડિલિવરીને રોકવામાં આવી શકે છે. ઓઈલ કંપનીઓ આ સિસ્ટમને પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરવાની છે. બાદમાં ધીમે-ધીમે બીજી સિટીમાં આ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગુ નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *