અંબાજી મંદિર ખાતે નવરાત્રી નાં પ્રથમ દિવસે ઘટ સ્થાપન ભટ્ટજી મહારાજ દ્વારા કલેકટર ની ઉસ્થિતિ માં કરાયું..

1,975 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં આજ રોજ માં અંબા ના નિજ મંદિર માં 9 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ઘટ સ્થાપન ની સાથે જ સમગ્ર ગુજરાત માં નવરાત્રી નો પ્રારંભ થયો છે અને માં અંબાના આજ થી નવ દિવસ સુધી માં અંબાની સાધના આરાધના કરી પુણ્ય નું ભાથું બાંધશે શક્તિપીઠ અંબાજી માં આવેલ અતિ પવિત્ર એવા માં અંબાના નિજ મંદિર માં સસ્તોક્ત વિધિ ધ્વારા ભટ્ટજી મહારાજે સમગ્ર ધાર્મિક વાતાવરણ માં ઘટ સ્થાપના કરી હતી આ ઘટ સ્થાપન ની સાથે જ સમગ્ર ગુજરાત માં નવરાત્રી નો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે આ પર્વ ના પ્રથમ  દિવસે અંબાજી માં માનવ મેહરામણ માં અંબાના દર્શને ઉમટી પડ્યું હતું અને આં વખતે અંબાજી ખાતે માં નાં ચાચર ચોકમાં ગરબા નહિ યોજાય ત્યારે અંબાજી મંદિર ને ભવ્ય લાઈટિંગ થી સુશોભિત કરાયું છે અને અંબાજી મંદિર માં નવરાત્રી દરિમયાન અંબાજી મંદિર ની વિવિધ વેબસાઈટ પર થી આરતી નાં લાઈવ દર્શન યાત્રિકો ઘરે બેઠા કરી શકશે તેવી પણ સુચારુ વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે વૈદિક મંત્રોચાર સાથે માં અંબાની સન્મુખ ઘટ સ્થાપન ની વિધિ દરમ્યાન ભક્તો નાં દિવ્ય નજરો માં અંબાના મંદિર માં જોવા મળ્યો હતો અને દુર દુર થી આવેલા હજારો શ્રદ્ધાળુ  ઓ પણ ઘટ સ્થાપન વિધિ ના સાક્ષી બન્યા હતા..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *