અમદાવાદ આવેલા અમિત શાહે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ડિસ્ટન્સિંગ જાળવ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હવે આવતીકાલે તેઓ પરિવાર સાથે માણસા પોતાના કુળદેવીનાં દર્શને જશે. અમિત શાહ દર વર્ષ નવરાત્રિમાં પરિવાર સાથે માતાનાં દર્શને આવે છે. અમિત શાહના આગમનના 4 દિવસમાં અનેક મંત્રીઓએ તેમજ હોદ્દેદારોએ તેમને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ તેઓ મળ્યા ન હતા. હવે આગામી બે દિવસમાં પ્રદેશના નેતાઓ તેમજ સરકારના મંત્રીમંડળ સાથે તેઓ મુલાકાત કરે એવી શક્યતા છે. લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. તા.18મી સુધી અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમિત શાહ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકો કરે એવી શક્યતા સેવાઈ રહી છે. 18મી ઓક્ટોબરે પરત દિલ્હી ફરે એવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા શનિ-રવિ અમદાવાદ આવવાના હતા. તેઓ નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમ જ આરતીમાં ભાગ લેવા ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરવાના હતા. અમિત શાહ દર નવરાત્રિએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ લેશે છે. અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે, આથી તેમની જ તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીનાં દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ફક્ત વર્ષ 2011માં તેઓ નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શને આવી શક્યા ન હતા.