ચિરાગ પાસવાને ખુદને મોદીના હનુમાન ગણાવી નીતિશ પર નિશાન તાક્યું

665 Views

LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ફરી એકવાર ખુદને પીએમ મોદીના હનુમાન ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી તો તેમના દિલમાં છે. મને તેમની તસવીરનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ પહેલા તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ફરીથી પ્રહારો કર્યા હતા. શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું હતું કે રાજ કરવા માટે નિર્ણય કરવાનો હોત તો નીતિશની સાથે રહ્યો હોત પરંતુ એવું કર્યા પછી ખુદને માફ ન કરી શક્યો હોત. કોઈ પણ ભોગે નીતિશનું નેતૃત્વ સ્વીકારી શકાય નહીં. મારો માર્ગ અલગ છે. નીતિશ સાથે હવે લડવાનો સમય આવી ગયો છે. મારા માટે તો નીતિશ કુમાર અસંભવ છે. ચિરાગે કહ્યું કે બિહારને વધુ બરબાદ થતું જોઈ શકાય તેમ નથી. શાયરાના અંદાજમાં પણ તેમણે પોતાની વાત કરી અને કહ્યું- ‘વો લડ રહે હૈ હમ પર રાજ કરને કે લિએ, હમ લડ રહે હૈ ખુદ પર નાઝ કરને કે લિએ.’ – ‘ઝુલ્મ કરો મત, ઝુલ્મ સહો મત, જીના હૈ તો મરના સીખો, કદમ પર લડના સીખો.’
ચિરાગ પાસવાનના મોદી અને શાહ અંગે અપાયેલા નિવેદન પર દિવસભર નિવેદનબાજી ચાલી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપના બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ચિરાગના નિવેદન અંગે આકરો વિરોધ દર્શાવ્યો હતો. તમામ નેતાઓએ કહ્યું હતું કે લોજપા બિહાર એનડીએમાં નથી અને તેમણે આવા નિવેદનો આપવા ન જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભાસ્કર સાથેની વાતચીતમાં ચિરાગે દાવો કર્યો હતો કે જો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમને રોક્યા હોત તો તેમણે અલગ ચૂંટણી નહીં લડવા માટે જરૂર વિચાર કર્યો હોત. જેના પછી નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બિહારમાં માત્ર જેડીયુ, ભાજપ અને વીઆઈપીમાં જ ગઠબંધન છે. આ ઉપરાંત અમારૂં કોઈની સાથે ગઠબંધન નથી. બિહાર ચૂંટણીમાં ન તો ભાજપની કે કોઈની ટીમ છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ લોજપાને મત કાપનાર પાર્ટી ગણાવી. તેમણે કહ્યું કે બિહારમાં લોજપા સાથે અમારે કોઈ ગઠબંધન નથી. અમારૂં ગઠબંધન નીતિશ કુમાર સાથે છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે બિહારમાં એનડીએમાં ભાજપ, જેડીયુની સાથે વીઆઈપી સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *