સેનાના અધિકારીઓએ આતંકવાદીને કહ્યું- ડર નહીં, ભૂલ તો થઈ જાય

604 Views

બડગામ જીલ્લામાં એક આતંકવાદીએ શુક્રવારે સેના સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ હતું. આ ઘટનાનો એક વીડિયો સેનાએ જાહેર કર્યો છે. વીડિયોમાં સેનાના અધિકારી આતંકવાદીને કહેતા દેખાય છે કે બેટા ડર નહીં. ભૂલ થઈ જાય છે. આતંકવાદીનું નામ જહાંગીર ભટ છે. આ વીડિયોમાં આતંકવાદીના પિતા અધિકારીઓના ચરણ સ્પર્શ કરી આભાર વ્યક્ત કરતા દેખાય છે. આ સમયે અધિકારીઓ કહે છે કે આ ભૂલ હતી, હવે તેની (આતંકવાદી)ની તમામ ભૂલ માફ છે. પિતાએ અધિકારીઓને કહ્યું કે તે આગળ જતા ફરી આ માર્ગે આગળ ન વધે. આ અંગે પિતાએ કહ્યું કે જો હવે તે ઘરેથી નિકળ્યો તો તમે પહેલા મારી લાશ પાડશો. આ અંગે અધિકારીઓએ કહ્યું કે આવી કોઈ વાત નથી.
બડગામ કરે ચડૂરા વિસ્તારમાં લશ્કર અને CRPFએ એક SPOની તપાસમાં ઓપરેશન ચલાવ્યું હતું. આ SPO બે દિવસ અગાઉ AK-47 રાઈફલ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન સુરક્ષા દળોની એક ટુકડી પર ફાઈરિંગ કરવામાં આવ્યું અને SOP ભાગી છૂટ્યો. પણ તેનો સાથી જહાંગીર પકડમાં આવી ગયો. તે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો અને પત્થરબાજીમાં પણ સામેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *