સામાન્ય ખેડૂતની માસિક આવક 3500 પણ પોતાને ખેડૂત ગણાવતા નેતા કરોડપતિ

             

ખેડૂતોની માસિક આવક અંગેના નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના વર્ષ 2012-13ના સર્વેક્ષણ મુજબ બિહારના ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર 3,558 રૂ. છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 6,426 રૂ. છે. બિહાર-ઝારખંડ સહિત 5 રાજ્ય એવાં છે કે જ્યાં ખેડૂતોની આવક રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. પંજાબના ખેડૂતોની આવક સૌથી વધુ 18,059 રૂ. છે. પ્રથમ તબક્કામાં 1,065 ઉમેદવાર મેદાનમાં છે. ઉમેદવારોની એફિડેવિટથી સામે આવ્યું કે 42 ઉમેદવાર વ્યવસાયે ખેડૂત છે. અન્ય 93 ઉમેદવારે અન્ય વ્યવસાય સાથે ખેતીને પણ વ્યવસાય તરીકે દર્શાવી છે. ખેતી કરતા 42 ઉમેદવારમાંથી ખેતીની સૌથી વધુ 29.39 એકર જમીન ઔરંગાબાદના ભાજપના ઉમેદવાર રામાધાર સિંહ પાસે છે. કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર અજયસિંહ 27.75 એકર જમીન સાથે બીજા ક્રમે અને મોકામાના જદયુના ઉમેદવાર રાજીવ લોચન નારાયણ સિંહ 22.5 એકર જમીન સાથે ત્રીજા ક્રમે છે. બીજી તરફ બે ઉમેદવાર તબરેજ અન્સારી તથા રાકેશ સિંહનો વ્યવસાય ખેતી છે પણ તેમની પાસે જમીન જ નથી. કોઇ સ્થાવર મિલકત પણ નથી. 42 ઉમેદવાર પાસે સરેરાશ ખેતીલાયક જમીન 4.47 એકર છે પણ સરેરાશ સંપત્તિ 1.25 કરોડ રૂ. છે. અતરીના રાલોસપાના ઉમેદવાર અજય સિન્હાની સંપત્તિ સૌથી વધુ 9,09,72,000 રૂ. છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નોર્વેમાં 23 એકરમાં ફેલાયેલો 140 વર્ષ જૂનો આઈલેન્ડ રૂ.24 કરોડમાં વેચવા મૂકાયો

Sat Oct 17 , 2020
Post Views: 5               નોર્વેના બર્ગન શહેરથી 30 કિમી દૂર 140 વર્ષ જૂના યુલ્વન્સ આઈલેન્ડ 2.6 મિલિયન ડોલર(આશરે 24 કરોડ રૂપિયા)માં વેચવા મૂકાયો છે. 23 એકરમાં ફેલાયેલો આ ટાપુ 38 વર્ષથી બંધ છે. ચારેકોર પર્વત વચ્ચે ઘેરાયેલો આ ટાપુ ડેવિલ આઈલેન્ડના નામે પ્રસિદ્ધ છે. […]

You May Like