નોર્વેમાં 23 એકરમાં ફેલાયેલો 140 વર્ષ જૂનો આઈલેન્ડ રૂ.24 કરોડમાં વેચવા મૂકાયો

1,282 Views

નોર્વેના બર્ગન શહેરથી 30 કિમી દૂર 140 વર્ષ જૂના યુલ્વન્સ આઈલેન્ડ 2.6 મિલિયન ડોલર(આશરે 24 કરોડ રૂપિયા)માં વેચવા મૂકાયો છે. 23 એકરમાં ફેલાયેલો આ ટાપુ 38 વર્ષથી બંધ છે. ચારેકોર પર્વત વચ્ચે ઘેરાયેલો આ ટાપુ ડેવિલ આઈલેન્ડના નામે પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે તે 1881માં તૈયાર થયો હતો. થોડા સમય બાદ અહીં એક મ્યુઝિક સ્કૂલ શરૂ કરાઈ હતી પણ 1980માં અહીં એક દુર્ઘટના થઈ જેના બાદ ટાપુ ખાલી કરાયો. જોકે સ્થાનિક સરકારે થોડા સમય સુધી તેનો ઉપયોગ કેદીઓને રાખવા માટે કર્યો હતો પણ લોકોના વિરોધ પછી તેને બંધ કરાયો. સ્થાનિક તંત્ર અહીં સ્વચ્છતા જાળવે છે. અહીં હેલિકોપ્ટર કે બોટની મદદથી પહોંચી શકાય છે.
પ્રોપર્ટી બ્રોકર એરિક સ્ટીને જણાવ્યું કે આઈલેન્ડ પર 30 મકાન બનેલાં છે. મુખ્ય ઘર 20 હજાર ચો.ફૂટનું છે. અહીં રમતનું એક મેદાન, હેલિપેડ, બંકર, ગેરેજ અને સ્ટોરરૂમ પણ છે. એરિક કહે છે કે વેચાયા બાદ આ ટાપુને એક રિસોર્ટમાં રૂપાંતરિત કરાશે. જ્યાં લોકો રજાઓ માણવા આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *