દેશ વિદેશ – ન્યૂયોર્કમાં આગામી સપ્તાહે ખુલી શકે છે મૂવી થિયેટર

1,290 Views

ન્યૂયોર્કમાં આગામી સપ્તાહે 25% સિટીંગ કેપેસિટી સાથે મૂવી થિયેટર ખોલવામાં આવી શકે છે. જો કે, ગવર્નર એન્ડ્ર્યૂ ક્યૂમોએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે થિયેટર ન્યૂયોર્ક સિટીની બહાર અને જે રેડ ઝોનમાં નથઈ, તે શુક્રવારથી ફરી ખોલવામાં આવી શકે છે. થિયેટર્સમાં પ્રતિ સ્ક્રીન વધુમાં વધુ 50 લોકોને બેસવાની અનુમતિ હશે. જ્યારે રશિયામાં 24 કલાકમાં સંક્રમણના 14922 કેસો સામે આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 13.84 લાખથી વધુ થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 24 હજાર લોકો માર્યા ગયા છે. દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3.99 કરોડથી વધુ થયો છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 97 લાખ 17 હજાર 336 થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 11.10 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે.
મહામારીનો સામનો કરી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું છે કે તે આવતા મહિને વેક્સીન માટે મંજૂરી માગશે. ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ અનુસાર, અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું છે કે તેઓ આગામી મહિને ટ્રમ્પ શાસન અને એફડીએની સામે વેક્સીનને અપ્રુવલ આપવાનો પ્રસ્તાવ રાખશે. કંપનીના અનુસાર, એ વાતની પૂરેપૂરી આશા છે કે આ વર્ષના અંત સુધીમાં વેક્સીન તમામ માટે ઉપલબ્ધ થઈ જશે. જ્યારે, બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવાયું છે કે કંપની શરૂઆતમાં માત્ર ઈમર્જન્સી યુઝ માટે વેક્સીનની મંજૂરી માગવા જઈ રહી છે. એ વાતની શક્યતા ઓછી છે કે અમેરિકામાં ઈલેક્શન ડે એટલે કે 3 નવેમ્બર અગાઉ કોઈ રસી ઉપલબ્ધ થાય.
ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને મિનેસોટામાં રેલી યોજી હતી. હવે હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ રેલીમાં સામેલ 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાસને લોકોને કહ્યું છે કે જો તેઓ પણ આ રેલીમાં સામેલ થયા હતા તો વિલંબ વિના પોતાનો ટેસ્ટ કરાવે જેથી સંક્રમણ ફેલાતું રોકી શકાય. ટ્રમ્પની રેલીના બીજા દિવસે જ નવ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. તેના પછી વધુ 11 લોકોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *