ચમત્કારથી ઓછા નથી મંગળસૂત્ર પહેરવાના ફાયદાઓ, મહિલાઓને પણ નહીં ખબર હોય.

529 Views

અમદાવાદ – આપણે બધા જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો કહેલી છે કે જે તમારી રોજિંદી જિંદગીમાં સહાયતા કરે છે, પરંતુ તેમાં અમુક એવા તથ્યો પણ ચર્ચાયેલા છે કે છે તમે પણ નથી જાણતા.આપણે બધાએ જાણતા હોઈએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં કોઇપણ રિતિકે રિવાજ હોય છે તો તેની પાછળ કંઇક ને કંઇક કારણ છુપાયેલા રહે છે. આજે અમે તમને એક આવા જ રિવાજ વિશે કહેવા જઈ રહ્યા છીએ અને તેની પાછળ છુપાયેલા કારણો વિશે.
હિન્દુ ધર્મમાં મહિલાઓને વિવાહ પછી મંગળસૂત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે મંગળસૂત્ર વિવાહ નું પ્રતિક છે અને સુહાગની નિશાની માનવામાં આવે છે, તેથી વિભાગ પછી મંગળસૂત્ર પહેરવાનો નિયમ સદીઓથી ચાલતો આવે છે.ભારતીય મહિલાઓ પોતાના ગળામાં કાળા મૂર્તિઓને સોનાના પેન્ડલ થી બનેલું એક દાગીનો પહેરે છે, જેને મંગળસૂત્ર નામથી ઓળખવામાં આવે છે. તેને ભારતીય સમાજમાં લગ્ન થયા હોવાનું પ્રતીક માનવામાં આવે છે. આવો જાણીએ મંગળસૂત્ર પહેરવાની માન્યતાઓ.જ્યોતિષશાસ્ત્રના અનુસાર એવું માનવામાં આવે છે કે સોનું છે તે ગુરુ ગ્રહના પ્રભાવમાં હોય છે અને આ જ કારણ છે કે ગુરુ ગ્રહને વૈવાહિક જીવનમાં ખુશાલી, સંપત્તિ અને જ્ઞાનનું કારક માનવામાં આવે છે. તે ધર્મનો કારક છે. તેની સાથે એવું પણ જણાવવામાં આવે છે કે કાળો રંગ શનિનું પ્રતીક માનવામાં આવે છે.શનિ ગ્રહ છે તે સ્થાયિત્વ તેમજ નિષ્ઠાના કારક ગ્રહ હોય છે. ગુરૂ અને શનિની વચ્ચે સરખો સંબંધ હોવાના કારણે મંગળસૂત્ર  જીવનમાં સુખ અને સ્થાયિત્વ લાવવાવાળું માનવામાં આવે છે.શનિદેવ ના આગમનથી તેઓનું દાંપત્ય જીવન સફળ થાય તેવું માનવામાં આવે છે. જો તે બંનેની કુંડળીમાં દોષ હોય કે શનિ ગ્રહ નડતો હોય તો નીચેના ઉપાયો.શનિદેવના દોષથી મુક્તિ હેતુ શનિદેવ ના દસ નામોનો સતત સવાર અને સાંજ બે કલાક જાપ કરવો આમ કરવાથી વ્યક્તિના કાર્યોમાં સફળતા મળે છે.શનિદેવ ના જાપ કરતી વખતે મુખ્યત્વે ૧૦૮ જાપ કરવા અને મણકા વાળી માળા હાથમાં રાખવાથી શુભ સંકેતો મળે છે.શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે કાળા ઘોડાની નાળથી એક વીંટી બનાવવી અને પછી તે વીંટીને જમણા હાથની મધ્યમા આંગળીમાં શનિવારના દિવસે સૂર્યાસ્ત સમયે ધારણ કરવાથી ઘરમાં કંકાસ ઓછો થાય છે.દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આથી સામર્થ્ય અનુસાર કાળા તલ, કાળું કપડું, એક ધાબળો, લોખંડનું વાસણ,અડદની દાળ વગેરેનું દાન કોઈ પાંચ ગરીબ મહિલાઓને કરવું.અહીં તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે વિવાહ ના સમયે બધા જ લોકોની નજર દુલ્હન પર ટકેલી હોય છે. તેનાથી દુલ્હનને ખરાબ નથી લાગવાની શક્યતા રહે છે અને મંગળસૂત્ર માં આવેલા મોતીઓથી એ અશુભ શક્તિઓ દૂર રહે છે. મંગળસૂત્ર ખરાબ નજરોથી રક્ષા કરે છે. મંગળસૂત્ર વિશે પણ માન્યતા છે કે તે પતિ પર આવનારી વિપત્તિઓ ને દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *