સોનું દિવાળી સુધી 51000-53500ની રેન્જમાં રહેશે, રૂપિયો મજબૂત બને તો સોનું રૂ.50000 અંદર સરકશે

2,238 Views

અમદાવાદ – સોના-ચાંદીમાં સ્વિંગ પેટર્ન જોવા મળી રહી છે. અમેરિકામાં ઇલેક્શન ન પૂર્ણ થાય ત્યાં સુધી વોલેટાલિટી જોવા મળશે. સોનામાં નીચામાં 51000 અને ઉપરમાં 53500 સુધી દિવાળી સુધી બજાર અથડાયેલી જોવા મળી શકે છે. રૂપિયો મજબૂત બને અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1830 ડોલર સુધી ઘટે તો સ્થાનિકમાં ભાવ રૂ.50000ની સપાટી અંદર પહોંચી શકે. અમદાવાદ ખાતે ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ.1000 ઘટી 61500 અને સોનું નજીવી વધઘટે અથડાઇ રૂ.52500 રહ્યું હતું. તહેવારો પર સોનાની કિંમતો કાબુમાં રહેશે તો જ્વેલર્સને ત્યાં ખરીદીનો માહોલ જામશે હાલ ઘરાકી શરૂ થઇ ચૂકી છે. ખરીફમાં તેલીબિયાં પાકોના અંદાજોમાં સતત બદલાવ આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુણવત્તા નબળી હોવાથી ઓઇલ મીલોમાં ક્રશીંગની કામગીરી નહિંવત્ છે જેના કારણે ખાદ્યતેલોમાં ભાવ મજબૂત રહ્યાં છે. સિંગતેલ ડબ્બો છેલ્લા દસ દિવસમાં રૂ.100-125 વધી રૂ.2230-2250 બોલાઇ રહ્યો છે. સાઇડ તેલોમાં પણ મજબૂતી છે. કાચા માલની કિંમતો નહિં ઘટે, આવકો નહિં વધે ત્યાં સુધી ખાદ્યતેલો ભાવ ઝડપી ઘટે તેવા સંકેતો નહિંવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *