નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર માં દર્શન નાં સમય માં આજ થી વધારો…

1,659 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

હાલ આસો નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રી માં અસંખ્ય માઇ ભકતો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે અંબાજી મંદિર એ ગુજરાત નુજ નહિ પણ વિશ્વ નું શક્તિપીઠ તરીકે ઓળખાય છે અને આ શક્તિપીઠ સાથે લાખો માઇ ભકતો ની આસ્થા સંકળાયેલી છે ત્યારે કોરોના વાયરસ ના કારણે લોકડાઉન દરમિયાન અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે બંધ હતું ત્યારે જ્યારે થી અંબાજી મંદિર દર્શનાર્થી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે અનેક માઇ ભક્તો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે ત્યારે હાલ નવરાત્રી હોય અને અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે ખુલ્લું છે ત્યારે નવરાત્રી ના સમય માં યાત્રિકો નો ઘસારો વધારે પ્રમાણ માં રહેતો હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર નાં દર્શન ના સમય માં વધારો કર્યો છે અંબાજી ખાતે આવતા માં અંબે નાં ભક્તો ની સુખાકારી અને સલામતી માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા ૧૯/૧૦/૨૦૨૦ થી અંબાજી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે હવે થી નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે અને દર્શનાર્થીઓ શાંતિ થી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુ માં અંબાજી મંદિર દર્શને આવતા યાત્રિકો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી સોશ્યલ ડિસ્ટન્સ , સેનીટાઇઝર જેવી વવ્યવસ્થા નો ઉપયોગ કરે અને કોરોના થી બચે તેવી પણ અપીલ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ..

*હવે થી નવરાત્રી દરમિયાન દર્શન અને આરતી નો સમય*

સવાર ની આરતી:- ૦૭-૦૦ થી ૦૭-૩૦

સાંજ ની આરતી:- ૦૬-૩૦ થી  ૦૭-૦૦

દર્શન સવારે:- ૦૭-૩૦ થી ૧૧-૪૫

દર્શનબપોરે:- ૧૨-૧૫ થી ૦૪-૧૫

દર્શન સાંજે:- ૦૭-૦૦ થી ૧૧-૦૦

*લાઈવ આરતી નાં દર્શન*

યાત્રિકો ની ધાર્મિક લાગણી ને ધ્યાન માં રાખી અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે થતી સવાર સાંજ ની આરતી નાં દર્શન અંબાજી મંદિર ટ્રસ્ટ ના વિવિધ વેબસાઇડ અને સોશ્યલ મીડિયા પર યાત્રિકો ઘરે બેઠા કરી શકે તેવું પણ સુચારુ વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઈ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *