ઉનાના મોલી ગામમાં ખેતરમાં કામ કરતી મહિલા પર સિંહનો હુમલો

1,961 Views

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોલી ગામમાં ગત રાત્રે ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર સિંહે પાછળથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની સારવાર ચાલુ છે. ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર સિંહે માથાના ભાગે હુમલો કર્યો હતો. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે મહિલાના પતિએ બચાવ કર્યો હતો અને લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
હજુ થોડા દિવસ પહેલા જ ગીર ગઢડા તાલુકાના મોહાબતપરામાં ભેંસો ચરાવતા 2 માલધારી પર સિંહે પાછળથી હુમલો કર્યો હતો. ઘટનામાં બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *