મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મધ્યપ્રદેશનાં મંત્રી ઇમરતીદેવીને આઇટમ કહ્યાં

41 Views

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે ચૂંટણીસભામાં રાજ્યનાં મંત્રી અને ભાજપનાં નેતા ઇમરતીદેવીને આઈટમ કહેતાં વિવાદ સર્જાયો હતો. કમલનાથે ગ્વાલિયરના ડબરા વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસી ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમણે ઇમરતીદેવીનું નામ લીધા સિવાય કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર સરળ સ્વભાવના છે. પેલાના જેવા નથી. શું નામ છે તેમનું? (લોકોમાંથી જવાબ આવ્યો ઇમરતીદેવી) હું તેમનું શું નામ લઉં? મારા કરતાં તમે વધુ સારી રીતે જાણો છો. તમે તો મને પહેલેથી જ સાવધ કરી દો છો. એ શું આઈટમ છે. ભાજપે કહ્યું હતું કે નવરાત્રિના બીજા દિવસે કમલનાથે અનુસૂચિત જાતિની મહિલાને આઈટમ કહી નારીશક્તિનું અપમાન કર્યું છે. અગાઉ દિગ્વિજય સિંહે પોતાના જ પક્ષનાં મહિલા સાંસદને 100 ટંચ માલ કહેતા વિવાદ સર્જાયો હતો. તે સમયે દિગ્વિજયે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. મંદસૌરમાં એક સભાને સંબોધતા સાંસદ મીનાક્ષી નટરાજન માટે કહ્યું કે તેઓ 100 ટંચ માલ છે.
મધ્યપ્રદેશમાં 28 વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે જાહેર કરેલા વચનપત્રમાં લોકોને 52 જેટલા વાયદા આપવામાં આવ્યા છે જેને ત્રણ વર્ષમાં પૂરા કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. તેમાં એક વાયદો એવો પણ છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પેન્શન આપીશું. આ માટે કોંગ્રેસ કોરોના સામાજિક સુરક્ષા પેન્શન યોજના રજૂ કરશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમણે 974 જેટલા વચન આપ્યા હતા તેમાંથી 574 માત્ર 15 મહિનામાં પૂરા કરાયા હતા. વચનપત્રમાં એવું પણ કહેવાયું છે કે કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાને મધ્ય પ્રદેશમાં લાગુ પાડવામાં નહીં આવે. સત્તા પર આવશે તો કોંગ્રેસ ખેડૂતોનું દેવું માફ કરશે. સામાજિક સુરક્ષા પેન્શન પહેલા રૂપિયા 800 અપાશે અને ત્યારપછી રૂપિયા 1000 અપાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *