ગોધરા તાલુકાના પટેલના મુવાડા ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડના વરદહસ્તે નવ નિર્મિત સ્ટેટ વેર હાઉસ ખુલ્લુ મૂકાયું

234 Views

ગોધરા – પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના વરદહસ્તે આજે ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ખાતે નવ નિર્મિત સ્ટેટ વેર હાઉસ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. કોવિડ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત વેર હાઉસ જિલ્લામાં પુરવઠા વિભાગના આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્ઢ બનાવશે તેમજ અન્ન વિતરણની સમગ્ર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં ઉપયોગી બની રહેશે. સરકારી સેવાઓની ઉપલબ્ધિ સરળ અને ઝડપી બનાવવા હેતુ આ પ્રકારની સુવિધાઓમાં સત વધારા કરવામાં આવશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે દરેક તાલુકામાં આ પ્રકારના ગોડાઉનમાં એફસીઆઈમાંથી આવતા અન્નનો જથ્થો કે જે ફેર પ્રાઈસ શોપ સુધી પહોંચાડવામાં આવે તે પહેલા સ્ટોર કરવામાં આવે છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, પ્રાંત અધિકારી-ગોધરાશ્રી વિશાલ સક્સેના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીસુશ્રી રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *