પ્રથમ પોસ્ટિંગ તે પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર, પૂજા યાદવે કહ્યું કંઇક નવું શિખવા મળશે

210 Views

થરાદ –  પોલીસ બેડામાં મહિલા અધિકારીઓને પોતાની ભૂમિકા ભજવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેવામાં 2018ની બેન્ચના મહિલા આઈપીએસ (IPS) અધિકારી પૂજા યાદવની પ્રથમ પોસ્ટિંગ બનાસકાંઠાના થરાદમાં થતાં તેમની જવાબદારીઓમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો પ્રતિદિવસ અવનવી તરકીબો અજમાવતા હોય છે, તેવામાં થરાદમાં રાજસ્થાનની બોર્ડર સહિત પાકિસ્તાનની બોર્ડર આવતી હોવાથી પૂજા યાદવના સિરે બેવડી જવાબદારી આવી પડી છે

            જોકે, પૂજા યાદવ (Pooja Yadav) પોતાની આ નવી જવાબદારીમાંથી કંઈક નવું શિખવા માટે તત્પર છે. તેમને પોલીસ પરિવારના એડિટર સદ્દામ સૈયદને જણાવ્યું હતુ કે, થરાદ એક એવું પોઈન્ટ છે, જ્યાં એક પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બોર્ડર લાગે છે, જ્યારે બીજી રાજસ્થાનની બોર્ડર લાગે છે. તેથી અહીંની ઈન્ટરનેશનલ બોર્ડરની મુખ્ય સમસ્યાઓમાંથી પણ મને શિખવા મળશે. જ્યારે અહીં દારૂ ઘુસાડવાની સૌથી વધારે કોશિશ થતી હોય છે, તેવામાં તેમને રોકવા માટે અમે અહીં અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ.

            પૂજા યાદવ પોતાના ઈન્ટરવ્યૂંમાં જણાવ્યું હતું કે, થરાદમાં દારૂને લગતા કેસો સહિત એસટી-એસટીના અનેક કેસો સામે આવે છે. આ બેકવર્ડ વિસ્તાર હોવાના કારણે અહીં કામ કરવાની તક સારી છે. તેથી મને થરાદથી અનેક ચીજો શિખવા મળશે, તેથી મને ખુશી છે કે, મારી થરાદમાં પોસ્ટિંગ થઈ છે.

            અહીં તે નોંધવું જરૂરી છે કે, સરકારી કર્મચારીઓનું નામ આવે એટલે તેમનું પર્યાયવાંચી શબ્દ તરીકે આળસુના પીરનો ઉપયોગ થતો હોય છે, તેવામાં પૂજા યાદવ પોતાની પ્રથમ પોસ્ટિંગ ક્રિટિકલ હોવા છતાં તેમા પણ તક શોધી રહ્યાં છે.

            સ્વભાવિક છે કે, પોલીસ બેડામાં નેટવર્ક બનાવવું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. જેનું જેટલું મજબૂત નેટવર્ક તે અધિકારી તેટલો વધારે સક્ષમ. તેવામાં મહિલા અધિકારી માટે શરૂઆતમાં આ નેટવર્ક બનાવવું સરળ હોતું નથી, તે છતાં પણ પૂજા યાદવે થરાદમાં આવતાની સાથે જ થરાદમાં વર્ષોથી ચાલતા કૂટણખાનાને એક્સપોઝ કરી દીધો હતો. જે કૂટણખાનાને એવી મોડસ ઓપરેન્ડીથી ચલાવવામાં આવતું હતુ કે, તેનું પર્દાફાશ કરવો લોઢાના ચણા ચાવવા સમાન હતા. તે છતાં પણ પૂજા યાદવે ટીમ સાથે એક ગેમ પ્લાન બનાવ્યો અને ટૂંક સમયમાં પૂરાવાઓ સાથે આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

            અહીં તે નોંધવું જરૂરી છે કે, પૂજા યાદવ ટીમ વર્કમાં માને છે. તેઓ ફરિયાદકર્તા અને મજબૂર લોકોને સીધા મળવાનું પસંદ કરે છે. તેઓ સામાન્ય લોકોના ફ્રેન્ડ બનીને રહેવા માંગે છે. તેમને પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેઓ થરાદના લોકો માટે ચોવિસ કલાક હાજરાહજૂર છે. મોટાભાગે આઈપીએસ અધિકારી પોતાનો નંબર આપતા ખચકાય છે પરંતુ પૂજા યાદવે કહ્યું કે, મારો નંબર પણ સરળતાથી પોલીસ સ્ટેશનમાંથી મળી જશે અને તમારે કોઈ મુશ્કેલી હોય તો તમે મને સીધો કોન્ટેક્ટ પણ કરી શકો છો.

            પૂજા યાદવ અનુસાર, લોકો પોલીસને સ્પોર્ટ કરશે તો પોલીસ પણ તેમને સ્પોર્ટ કરશે. તેથી પોલીસથી લોકોને ડરવાની જગ્યાએ તેમના ખભાથી ખભો મિલાવીને ચાલવું જોઈએ. આઈપીએસ પૂજા યાદવ પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે રહેલી દૂરીને દૂર કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે, લોકો સામેથી તેમના પાસે આવે અને તેમની સમસ્યાઓ બતાવે. પૂજા યાદવે પોતાના ઈન્ટરવ્યુંમાં તેટલા સુધી કહ્યું કે, કોઈ ગંભીર બાબત હોય છે તો તેઓ પોતે ટીમ સાથે ગેમ પ્લાન બનાવીને રેડ પાડવા માટે જાય છે.

            પૂજા યાદવે પોતાના ઈન્ટરવ્યુંમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે પણ જણાવ્યું હતું. તેમને ભારતના પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓ વિશે અત્યારે પણ અનેક નકારાત્મકતા રહેલી હોવાની વાત પણ કરી હતી. જોકે, પોતાના પરિવારના વખાણ કરતાં તેમને કહ્યું કે, માતા-પિતાએ સમાજના નકારાત્મક મુદ્દાઓથી દૂર રાખીને આઈપીએસ અધિકારી બનવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

જણાવી દઈએ કે, પૂજા યાદવે આઈપીએસ અધિકારી બનવા પહેલા રિસેપ્શનિસ્ટની નોકરી પણ કરેલી છે. પૂજા યાદવ અનુસાર, પરિવાર આર્થિક રીતે તેમનો આઈપીએસ બનવાનો સ્વપ્ન પૂરો કરવા બધો જ ખર્ચ ઉઠાવી શકે તેવું સક્ષમ નહોવાના કારણે તેમને પણ જોબ કરવાની ફરજ પડી હતી.

આઈપીએસ અધિકારી બન્યા પછી પૂજા યાદવનો માત્ર એક જ સ્વપ્ન છે કે, તે મજબૂરો અને લાચારોને ન્યાય અપાવવા માંગે છે.

મીડલ ક્લાસમાંથી આવતી પૂજા યાદવની આઈપીએસ બનવાની મુસાફરી ખુબ જ અઘરી છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આ મુકામ મેળવ્યો છે. જે દેશની અન્ય પુત્રીઓને પણ સહાસ આપે છે. દેશની બેટી એવી પૂજા યાદવને પોલીસ પરિવાર સેલ્યૂટ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *