અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ રંગભેદ સામે જીતનો ચહેરો બની રહ્યાં છે.

1,002 Views

ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ઊઠાવીને બહુમતી શ્વેત નાગરિકોને આંદોલિત કરતા રહ્યા છે. બીજું પાસું એ છે કે અમેરિકી ચૂંટણીમાં પ્રભાવશાળી તે વસતી તેમનાથી દૂર થઇ રહી છે કે જે બીજા દેશોમાંથી આવીને અમેરિકામાં વસ્યા છે અને અહીંના સામાજિક-આર્થિક માળખાનો હિસ્સો છે. અશ્વેત આંદોલનમાં આ વસતી આજે અગ્રેસર છે. તેમાં અહીં વસેલા ભારતીયોનો સંઘર્ષ પણ કમલા હેરિસના માધ્યમથી ફરી ચર્ચામાં છે. ડ્રૂ યુનિ.ના આસિ. પ્રોફેસર, અમેરિકી ચૂંટણી નિષ્ણાત સંજય મિશ્ર જણાવી રહ્યા છે કે ભારતીયોનો સંઘર્ષ કેટલો જૂનો છે? શા માટે કમલા રંગભેદ સામે જીતનો ચહેરો બની રહ્યાં છે? આ લડાઇ 230 વર્ષથી પણ વધુ જૂની છે. 1790માં માત્ર શ્વેતોને નાગરિકતા યોગ્ય ગણાઇ. 1870માં ગૃહયુદ્ધ બાદ આફ્રિકન મૂળના લોકોને નાગરિકતા મળી પણ એશિયન મૂળના લોકો વંચિત રહ્યા. 1917 સુધી એશિયન લોકોને નાગરિકતાથી દૂર રખાયા. 1917માં ભારતીય તથા એશિયન સમૂહ નાગરિકતા માટે સુપ્રીમકોર્ટમાં ગયા. 1923માં સુપ્રીમે નાગરિકતાનો ઇનકાર કરી દીધો. તર્ક એવો હતો કે ભારતીયો અમેરિકી કલ્ચરમાં ભળી નહીં શકે જ્યારે યુરોપીયન મૂળના લોકો સરળતાથી ભળી જાય છે.

1940થી 1950ના દાયકામાં અમેરિકામાં ભારતવાસીઓ પ્રત્યે ધારણા બદલાવા માંડી હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે આખી દુનિયા કોઇ ને કોઇ જૂથમાં વહેંચાયેલી હતી. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને એશિયન મૂળના લોકોએ લૉબિંગ શરૂ કર્યું. 1952માં મેક્કેરન વૉલ્ટર એક્ટના માધ્યમથી એશિયન મૂળના લોકોને નાગરિકતા ન આપવાની જોગવાઇ હટાવાઇ. આ એક્ટના કારણે ભારતીય મૂળનાં હેરિસ આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શક્યાં છે. 9/11ના હુમલા બાદ દક્ષિણ એશિયન લોકો વિરુદ્ધ હેટ સ્પીચ વધી. 2012માં ઓકમાં વ્હાઇટ સુપ્રીમસી સમર્થકે ગુરુદ્વારા પર હુમલો કર્યો. ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓએ એશિયન અમેરિકનો વિરુદ્ધ લોકોને ભડકાવ્યા. હવે એશિયન સમુદાયને કમલા હેરિસમાં પોતાનું પ્રતિનિધિત્વ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *