વિશેષ સત્રમાં બિલની કોપી ન મળી તો AAPના ધારાસભ્ય ગૃહમાં આખી રાત ધરણાં પર બેઠા રહ્યા.

15 Views

કૃષિ કાયદા અંગે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. અકાલી નેતા ટ્રેક્ટર અને આપના ધારાસભ્ય કાળાં કપંડા પહેરીને પહોંચ્યા હતા. રાજ્ય સરકાર તરફથી કૃષિ કાયદા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા બિલની કોપી ન મળવાથી વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો, જેના વિરોધમાં આપના ધારાસભ્ય આખી રાત ગૃહમાં જ ધરણાં પર બેઠા રહ્યા હતા. સ્પીકરે કહ્યું હતું કે બિલમાં તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. મંગળવારે બિલ ગૃહમાં રાખવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે બિલમાં એવો કોઈ કાયદાકીય પાસું ન રહી જાય, જેનાથી કોર્ટમાં મુશ્કેલી થાય. બિલ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે એના આધારે જ UPA અન્ય બિનભાજપ રાજ્યોમાં આવા બિલને પસાર કરવા માટે કહેશે. આ પહેલાં AAP ધારાસભ્ય હરપાલ ચીમા ધારાસભ્યો સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરતાં સ્પીકર સામે આવ્યા અને બિલની કોપી માગી. અકાલી દળે પણ AAPને સાથ આપ્યો.

સ્પીકર કેપી સિંહે કહ્યું હતું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીએ નિર્ણય કર્યો છે કે સત્ર કૃષિ કાયદાને રદ કરવા માટે બોલાવ્યું છે, એટલા માટે ગૃહમાં અન્ય કામોને સ્થગિત કરી દેવામાં આવે. સરકારે કાયદાઓને રદ કરવા માટે બિલ તૈયાર કરી લીધું છે, પણ આ મુદ્દો મોટો છે, એટલા માટે એ અંગે દરેક પાસેથી કાયદાકીય મંતવ્ય લીધા પછી જ સરકાર એને ગૃહના પટલ પર રાખશે. એટલા માટે એમાં થોડોક સમય જોઈએ. નાણામંત્રી બાદલે કહ્યું હતું કે બિલમાં તમામ જરૂરી વાતો, કાયદાકીય પાસાઓ અને દરેક એન્ગલની તપાસ કરવામાં આવી રહી છે. એટલા માટે કોપી કોઈને આપી ન શકાય. ભારતીય ખેડૂત યુનિયન ઉગ્રાહાંના નેતાઓએ ત્રણ મંત્રી- સુખવિંદર રંધાવા, તૃપ્ત રાજિંદર બાજવા અને સુખવિંદર સરકારિયા સાથે બિલ અંગે મીટિંગ કરી. મીટિંગ પછી ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે મંત્રીઓની કમિટીએ જણાવ્યું હતું કે ખેડૂત કાયદાને રદ કરવા માટે બિલ લાવી રહ્યા છે, પણ એ હેઠળ શું થશે એ ન જણાવ્યું. અમે કોપી માગી હતી, પણ ન આપી. સરકાર જ્યારે અમને કોપી આપવા તૈયાર નથી તો અમે કેવી રીતે માની લઈએ કે એ ખેડૂતોના પક્ષમાં જ હશે. મંગળવારે જોઈશું કે સરકારે શું કર્યું છે. જો બિલ ખેડૂતોના પક્ષમાં હશે તો એ પ્રમાણે જ નીતિ બનાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *