જલગાંવથી સુરત આવતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત

303 Views

સૂરત – મહારાષ્ટ્રમાં મોટો માર્ગ અકસ્માત થયો. અહીં નંદુરબાર નજીક બસ ખાડામાં પડી છે, આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં અને 35 લોકો ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસે લોકોને મદદ પૂરી પાડી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના નંદુરબારના ખમચંદર ગામ પાસે બની છે. જ્યાં મલકાપુરથી સુરત જતી બસ પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકી હતી. અકસ્માત રાત્રેના 2 થી 2.30ની વચ્ચે બન્યો હતો. જેથી મુસાફરો સૂતા હોવાથી ઘાયલોની સંખ્યા વધુ હોય શકે છે. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *