ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ASI પોલીસકર્મી દારૂ ભરેલ કારનું કરતો હતો પાઈલોટીંગ

306 Views

રાજકોટ – ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થ વેચવા પર પાબંધી છે. તેમ છતાં વર્ષે હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ખરીદ-વેચાણ થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરોને દારૂના જથ્થા સાથ ઝડપી પાડે છે. પણ જેનું કામ સરકારે આવા નશીલા પદાર્થોને ઝડપી પાડવાની જવાબદારી આપી છે તે જ આ કારોબારાં સંડોવાયેલા છે તે આજે સાબીત થયું છે. રાજકોટ એસઓજી ટીમે પોતે ASI કક્ષાના પોલીસક્મી સહીત ત્રણ શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કારવાહી કરી છે.

રાજકોટમાં આવેલ વિદ્યાનગર મુખ્ય રોડ ઉપર અમદાવાદ શહેરથી વિદેશી દારૂની 72 બોટલોની ડિલિવરી કરવા પોલીસ ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ પાર્સિંગની બે કાર જેના ડેશ બોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ લગાવેલું છે તે રાજકોટ આવવાની છે. પોલીસના વેશમાં બૂટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હોય તે પ્રકારની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન બે કારને રોકી તપાસ કરતા કારમાંઆવેલા ટ્રાફિક એએસઆઈ સહીત ત્રણને ઝડપી લીધા હતા. દારૂની ડિલીવરી કરવા માટે અમદાવાદ આઈ ડિવિઝનના ટ્રાફિક એએસઆઈ સામેલ હતા. રાજકોટ SOG દ્વારા 72 દારૂની બોટલો, 5 મોબાઈ અને બે કાર મળી કુલ 9 લાખ 53 હજારનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા. આ ઘટનાના કારણે સમસ્ત પોલીસ બેડામાં રોષની લાગણી ફેલાઈ છે.

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે સંદર્ભમાં SOGના હેડ કોન્સટેબલ ભાનુભાઈ મયાત્રા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેઓને બાતમીરો મારફતે મળેલી હતી, અમદાવાદ ખાતેના આઈ ડિવિઝનના ટ્રાફિક ખાતામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અને તેમની સાથે કૃણાલ હસમુખભાઈ શાહ અને મહેન્દ્રસિંહ વૈદને ઝડપી લીધા હતા.

        પોલીસે કારમાં છુપાયેલ વિવિધ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની 72 બોટલ, 5 મોબાઈલ અને 2 કાર સહીત 9.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી દારૂની હેરફેરમાં ડિલીવરી કોને દેવા માટે આવ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *