મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી – કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલા મળશે બોનસ

80 Views

દિલ્લી – મોદી સરકારે દિવાળી પહેલા 30 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને (બિન-ગેઝેટેડ) બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આનાથી સરકાર પર 3,737 કરોડ રૂપિયાનું ભારણ પડશે. મંત્રીએ કહ્યું કે દશેરા અથવા દુર્ગાપૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચુકવણી તેમના ખાતામાં થઈ જશે. તેમણે માહિતી આપી હતી કે કર્મચારીઓને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા એક જ હપ્તામાં બોનસ આપવામાં આવશે.

        જાવડેકરે કહ્યું કે, લોકકલ્યાણના ઘણા કાયદા જમ્મુ-કાશ્મીર ભારતમાં હોવા છતાય તેના પર લાગુ નથી થતા. આજે તે નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી અને હવે ચૂંટણીઓ જીલ્લા વિકાસ પરિષદ દ્વારા સીધા લોક પ્રતિનિધિઓના હાથમાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્રામ પંચાયત, બ્લોક પંચાયત અને હવે જિલ્લા પંચાયત, આવી ત્રિ-સ્તરની રચના જે પંચાયત રાજના કાયદામાં સમાવિષ્ટ છે, તે હવે કાશ્મીરમાં પણ લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *