નમસ્તે ટ્રમ્પના 11 મહિના પછી મોટેરામાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે આગામી વર્ષની શરૂઆતમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે

1,927 Views

અમદાવાદ – ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી. અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કોલકાતા અને ધર્મશાલામાં પણ મેચો રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ નવું બન્યા બાદ ત્યાં હજુ સુધી કોઇ મેચ રમાઇ ન હોવાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ અહીં રમાનારી પ્રથમ મેચ બની રહેશે. કોરોનાના કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. હાલ બોર્ડની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે માટે થોડા દિવસોમાં ટીમ જાહેર થશે.
• ક્ષમતા : 1.10 લાખ પ્રેક્ષકો
• વિસ્તાર : 64 એકર, ખર્ચ: 800 કરોડ
• વિક્રમ : ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન નોંધાવાનો વિક્રમ ગવાસ્કરે આ મેદાન પર કર્યો હતો. કપિલ દેવે હેડલીના 431 વિકેટના વિક્રમને પાર કર્યો હતો. સચિને ટેસ્ટમાં તેની પ્રથમ 200 રન અહીં નોંધાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *