રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં 16000થી વધુ કેસ, આર્જેન્ટિનામાં દર્દીઓની સંખ્યા 10 લાખને પાર

845 Views

દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.07 કરોડથી વધુ થઈ છે. 3 કરોડ 4 લાખ 53 હજાર 494 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 11.24 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે. રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં સંક્રમણના કેસ 16000થી વધુ મળ્યા છે. મંગળવારે 16319 દર્દી મળ્યા અને 269ના જીવ ગયા છે. રાજધાની મોસ્કોમાં સંક્રમણના મામલા વધ્યા છે. 21 ઓક્ટોબરથી મોસ્કો રિજિયનની આસપાસ મ્યુઝિયમ, એક્ઝિબિશન અને પબ્લિક ઈવેન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. શુક્રવારથી વિના માસ્ક અને ગ્લવ્ઝના લોકો મોસ્કો મેટ્રોમાં નહીં જઈ શકે. દેશમાં 14.31 લાખ કેસ અને 24635 મોત થઈ ચૂક્યા છે. આર્જેન્ટિના પાંચમો દેશ થઈ ગયો છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 12982 કેસ મળ્યા છે અને 451 મોત થયા છે. તેની સાથે જ દર્દીઓની સંખ્યા 10 લાખ 2 હજાર 662 થઈ ગઈ છે અને 26716 મોત થયા છે.
બ્યુનસ આયર્સમાં આજે સતત બીજા દિવસે હેલ્થ મિનિસ્ટ્રીની મીટિંગ થવા જઈ રહી છે. આ દરમિયાન નવા પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી શકે છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખથી વધુ થયો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યુ છે કે સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે અને તેનો સામનો કરવા માટે ઈમર્જન્સી ઉપાય કરવામાં આવી રહ્યા છે. સોમવારે દેશમાં લગભગ 13 હજાર નવા સંક્રમિત મળ્યા. આ દરમિયાન 451 દર્દીઓનાં મોત પણ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *