કરાચીની બે માળની બિલ્ડિંગમાં બ્લાસ્ટ, 3ના મોત, 15 ઘાયલ

1,054 Views

પાકિસ્તાનના કરાચી શહેરમાં બુધવારે સવારે એક બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. તમામની સ્થિતિ ગંભીર છે. ઘટના ગુલશન-એ-ઈકબાલ ક્ષેત્રમાં સવારે 10 વાગ્યે થઈ. ડોન ન્યુઝના જણાવ્યા મજબ, આ વિસ્તારમાં બે દિવસ પહેલા એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો. જે બિલ્ડિંગમાં બુધવારે બ્લાસ્ટ થયો, ત્યાંથી પાકિસ્તાનના સૌથી મોટા સામાજિક સંગઠન ઈધી ફાઉન્ડેશનની ઓફિસ થોડા અંતરે જ આવેલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બ્લાસ્ટના અવાજ પરથી પ્રારંભિક તબક્કે બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની શંકા છે. રેન્જર્સ અને પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્લાસ્ટ બીજા માળે થયો છે.
https://twitter.com/TheWolfpackIN/status/1318783025841344512?s=09
વિસ્ફોટ પછી સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે જે ઘરમાં વિસ્ફોટ થયો ત્યાંનો સામાન અને થોડાક લોખંડના ટુકડા લગભગ 500 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. કરાચીમાં હિંસાનો ઈતિહાસ રહ્યો છે. ગત મહિને અહીંયા શિયા અને સુન્ની સુમદાય વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે વડાપ્રધાન ઈમરાન ખાને તેને બીજા દેશોનું કાવતરું ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *