ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શક્તિપીઠ અંબાજી વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ…

583 Views

અહેવાલ:- રિતિક સરગરા ,અંબાજી

જ્યારે વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં દારૂબંધી હોય અવારનવાર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ની ગુષણ ખોરી કરતા બૂટલેગરો સામે પોલીસ લાલા આખ કરતી હોય છે ત્યારે વાત કરવામાં આવે ગુજરાત ના શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ની તો અંબાજીમાં બુટલેગરો સહિત મહિલા બુટલેગરો બેફામ બની હોય તેવું લાગી રહ્યું છે અંબાજી શક્તિપીઠ વિસ્તારમાં બસ સ્ટેશનથી લઈ અને જે vip માર ગણાય છે તે vip માર્ગ પર લેડીઝ એક કોથળીમાં વાઈટ પદાર્થ ભરી અને પુરુષોને છૂપી રીતે આપતા આં વીડિયોમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આ વિડીયો જોતા અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું બસ સ્ટેશનથી લઈ અને પંચાયત સુધીના માર્ગ પર મહિલા બુટલેગરો બેફામ રીતે દેશી દારૂનું ધૂમ વેચાણ કરતી હોવાનું લોકો માં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે એટલું જ નહીં આ મહિલા બુટલેગરો ને જાણે અંબાજી પોલીસનો કોઇ ખોફ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ વિડીયો જોતા અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે શું અંબાજી પોલીસની રહેમ નજર હેઠળ આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે ? તો પછી કેમ અંબાજી પોલીસ કોઈ એકશન લેતી નથી ? તે હાલ વિચારવાની બાબત બની છે શું હપ્તા રાજ થી મીલીભગત ચાલે છે ? તે વિચારવાની બાબત બની છે..

આ વીડિયો જોતા અંબાજી પોલીસ સામે સળગતા સવાલ

અંબાજી પોલીસ ની લોકડાઉન દરમિયાન સુંદર કામગીરી રહી છે ત્યારે હાલમાં અંબાજી પોલીસ વિવાદમાં આવી છે અંબાજી પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ થઈ રહ્યું છે તેમ છતાં અંબાજી પોલીસ કેમ મોન જોવા મળી રહી છે તે હાલમાં વિચારવાની બાબત બની છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે શું અંબાજી પોલીસની રહેમ નજર હેઠળ આ દેશી દારૂનું વેચાણ થાય છે? કે પછી શું હપ્તારાજ દ્વારા આ ગોરખધંધા ચાલી રહ્યા છે ? જો નહિ તો તો અંબાજી પોલીસ કેમ કોઈ એક્શન નથી લેતી ? તે પણ એક પ્રશ્ન હાલ અંબાજી પોલીસ સામે લોક મુખે ઉભો થવા પામ્યો છે…

જિલ્લા એસપી કઈ પગલા લેશે ખરા?

અંબાજી બસ સ્ટેશન થી સાત નંબર ગેટ vip માર્ગ પર જવાના રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂ ની ઠેલિયો નું વેચાણ મહિલા કરી રહી છે તેમ છતાં અંબાજી પોલીસ જાણે આંખ આડા કાન કરી બેઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ અંબાજી પોલીસ આ બેવડી નીતિ અપનાવી અને મહિલા બૂટલેગરો પર કોઈ એકશન લેતી નથી ત્યારે હવે જોવું રહ્યું આ વીડિયો વાયરલ થયા બાદ પણ જિલ્લા એસપી આ વિષયને ધ્યાને લઇ કોઈ એક્શન લેશે ખરા કે પછી જેશે ચલતાં હૈ એસે ચલને દો કી નીતિ અપનાવશે..

પોલીસ સતત આ માર્ગ પર હોવા છતાં ગોરખધંધા યથાવત

આ માર્ગે vip માર્ગ ગણાય છે અને સાત નંબર ગેટ થી અનેક vip દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી પોલીસ પ્રોટોકોલ ના હિસાબે આ માર્ગ પરથી દિવસભરમાં અનેક વાર નીકળતી હોય છે ત્યારે TRB જવાનો પણ આ માર્ગ પર તહેનાત હોય છે તેમ છતાં આ ગોરખધંધા કેમ યથાવત છે તે હાલ વિચારવાની બાબત બની છે જ્યારે અંબાજી ટાઉન પોલીસ આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક હોય છે TRB પણ રાઉન્ડ ધ ક્લોક હોય છે તેમ છતાં આ ગોરખધંધા કોણી રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે ? તે હાલ મોટો પ્રશ્ન લોક મુખે ચર્ચામાં વેગે ચડ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *