નરેશ કનોડિયાની તબિયત લથડી, પુત્ર હિતુ કનોડિયાએ દયનીય સ્થિતિ

492 Views

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા કોરોના સંક્રમિત છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નરેશ કનોડિયાની તબિયતને લઈ તેમના દીકરા હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા પર પિતા નરેશ કનોડિયાનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને લોકોને પ્રાર્થના કરવા માટેની અપીલ કરી છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા હિતુ કનોડિયાએ લખ્યું છે કે મહેરબાની કરીને આપણા નરેશ કનોડિયા માટે પ્રાર્થના કરો. નરેશ કનોડિયા કોરોનાને હરાવીને જલદી સાજા થઈ જાય તે માટેની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *