સુપ્રિમ કોર્ટેનો મહત્વનો ચુકાદો – LIC – લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લેતા સમયે જૂની બીમારી છુપાવશો તો નહી મળે ક્લેમના નાણા

710 Views

દિલ્લી – આજ રોજ સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં લાઈફ ઈન્સ્યોરન્સને લઈને કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લાઈફ ઈન્સ્યોરન્સ લેતા સમયે કોઈપણ બિમારીને લગતી માહિતી છુપાવશે તો ક્લેઈમ ફગાવવામાં આવી શકે છે. ત્યારે આવા જ એક કેસ અંગે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

        જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેંચે કહ્યું કે, વીમાનો સંબંધ વિશ્વાસ પર નિર્ભર હોય છે. કોઈ વ્યક્તિ જીવન વીમો લેવા ઈચ્છે છે તો તેનું એ દાયિત્વ છે કે તે તમામ સાચી હકિકતોનો ખુલાસો કરે, કે જેથી વીમા કંપની તમામ જોખમો પર વિચાર કરી શકે.

        કોર્ટે કહ્યું કે વીમા માટે ભરવામાં આવતા ફોર્મમાં કોઈ જૂની બીમારી અંગે જણાવવાની કોલમ હોય છે. તેનાથી વીમા કંપની તે વ્યક્તિના વાસ્તવિક જોખમનો અંદાજો લગાવી શકે છે. આ ટિપ્પણી કરતા કોર્ટે રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ (NCDRC)નો એક ચુકાદો ફગાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *