દાહોદ જિલ્લાના દોઢ લાખ બાળકોને પ્રતિ સપ્તાહ અપાતી પોષણયુક્ત સુખડી

214 Views

DAHOD – કોરના વાયરસના કપરાકાળમાં બંધ થયેલી આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તેવી વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની ગુજરાત સરકારે કરી છે. દાહોદ જિલ્લાની પ્રત્યેક આંગણવાડીના બાળકોને પ્રતિ અઠવાડિયે પોષણયુક્ત સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં દોઢ લાખ જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાલ ચાલી રહેલ કોરાના મહામારી અંતર્ગત ગુજરાત રાજયના તમામ બાળકો પોષણથી વંચિત ન રહે તે હેતુથી ગુજરાત રાજયના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં પ્રતિ દિન રૂા.૫.૧૦ ની મર્યાદામાં બાળક દીઠ સુખડી બનાવી ઘરે વિતરણ કરવામાં આવે છે.

જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં જિલ્લા કક્ષાએથી ૧૩ કરોડ જેટલી રકમ ઘટક કક્ષાએ ફાળવવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લાના અંદાજીત ૧,૪૯,૪૦૭ બાળકોને કોરાનાની મહામારીમાં આંગણવાડી કેન્દ્રોમાં સરકારશ્રી દ્વારાફાળવવામાં આવતા ઘઉંના જથ્થામાંથી તેમજ રૂા.૫.૧૦ માંથી ગોળ, ચણાનો લોટ તથા સીંગદાણા ખરીદી કરવા આંગણવાડી કેન્દ્રોના સંસ્થાકીય ખાતામાં એડવાન્સ રકમની ફાળવણી કરવામાં આવે છે.

આ ગ્રાન્ટમાંથી આંગણવાડી કાર્યકર, તેડાગરે સુખડી બનાવી બાળકોને ઘરે ઘરે વિતરણ કરવાની હોય છે. આ સુખડી પોષણયુક્ત હોઇ કોરાના મહામારીમાં બાળકો જરૂરી પોષણ મળી રહે તેનું ખાસ ઘ્યાન રાખવા ગુજરાત સરકારે હાલ જયાં સુઘી બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં બોલાવવાના ન થાય ત્યાં સુઘી ગરમ નાસ્તાની અવેજીમાં સુખડી વિતરણ કરવા જણાવ્યું છે. આ ફાળવેલ ગ્રાન્ટ વર્ષના અતે સરભર કરવાની રહે છે

        આઇસીડીએસ શાખા ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તથા જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા જે તે ગ્રામજનોને આહ્વાન કર્યું છે કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઇ૫ણ બાળક આ કોરાના મહામારીમાં આઇસીડીએસની સેવાઓથી તેમજ પોષણથી વંચિત ન રહે તે માટે સંબંઘિત ગ્રામજનોએ જાગૃત રહી આપની ગામની આંગણવાડી કેન્દ્રોની તકેદારી રાખી એક ઝુંબેશ રૂપે ગુજરાત પોષણ અભિયાનનો એક ભાગ બનો અને ગુજરાત કુપોષણ મુકત બને તે માટે સહભાગી થવા નમ્ર અપીલ છે.  

દાહોદ જીલ્લામાં જો કોઈપણ આંગણવાડી કેન્દ્રો પર સુખડીનું વિતરણ ના થતું હોય કે આ.સી.ડી.એસની સેવાઓનો લાભ મળવામાં વિલંબ થતો હોય તો દરેક સંબધિત ગ્રામજનોએ જિલ્લા કક્ષાએ ૦૨૬૭૩-૨૩૯૧૭૯ પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *