સરકારે જાહેર કરેલ વેકેશન અર્થ હીન – શિક્ષણ જગતમાં શિક્ષકો અને વાલીઓમાં ચર્ચાનો વિષય
વડોદરા – સરકારે જાહેર કરેલ વેકેશન અર્થ હીન. બહાર ફરવા જવાનું દિવાળી બાદ અનુકુળ હોય છે ત્યારે ૧૫ દિવસ વહેલું વેકેશન પડવાથી શિક્ષકો ફકત ઘરની સફાઇ કરશે. રાજય સરકાર દર વરસે વેકેશન બાબતે વિવાદાસ્પદ નિર્ણય લે છે. આ અંગે માન્ય ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘના વડોદરા શહેર પ્રમુખ હસમુખભાઈ પાઠક જણાવ્યું છે કે ગત વરસે પણ વેકેશન બાબતે જાહેરાત કર્યા બાદ ફરીથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને તારીખ બદલી હતી. ચાલું સાલમાં કોરોનાના કારણે શાળાઓ ખાલી નથી. પરંતુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે વેકેશન જાહેર કરવું પડે છે. તારીખ ૨૯ ઓકટોબરથી ૧૮ નવેમ્બર સુધીના વેકેશનમાં સરકારે ૧૫ દિવસ વહેલું આપવામાં ઉતાવળ કરી છે. આ વરસે દિવાળી આપેલાં વેકેશનના ૧૫ દિવસ બાદ આવે છે. અને મોટાં ભાગના કર્મચારીઓ બાળકો દિવાળી બાદ જ બહાર ફરવા જતાં હોય છે. તેથી આ વેકેશનનો કોઈ જ અર્થ રહેતો નથી. આ વેકેશન એટલે એક પ્રકારનો અને લોકોમાં પણ લોક ડાઉન સમાન છે કારણ કે દિવાળી બાદ લાભ પાંચમે શાળા ખુલી જાય છે. તો બહાર ફરવા માટે જવાનો સમય કોણે મળશે… બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીને લઇ શિક્ષકોને ચુટણીની કામગિરીમાં ફરજિયાત જવાનું તેડું અત્યારથી જ આવી ગયું છે. તેથી વેકેશન નહિ પરંતુ અનલોકમાં પણ લોકડાઉન જેવું વેકેશન રહેશે.
હસમુખભાઈ પાઠક પ્રમુખ (માન્ય ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘ વડોદરા) જણાવે છે કે સરકાર વહેલી તકે શાળાઓ ખોલવાની ઉતાવળ કરે છે. અમારા વડોદરા વાલીમંડળ દ્વારા નિવેદન આપ્યું હતું કે જયાં સુધી કોરોના વેકશીન નહિં આવે ત્યાં સુધી અમારાં બાળકો માટે શાળામાં મોકલીને જોખમ લેવા માગતાં નથી. ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ બધા નેતાઓને શાળા જલદીથી ખોલીને ફીની ઉઘરાણી શરુંઆત કરવી છે. તેથીજ વેકેશનનો નિર્ણય શાળા સંચાલકો કે શિક્ષક સંઘ કે વાલી મંડળને અંધારામાં રાખી ને કર્યો છે. એવું શિક્ષણ જગતમાં ચર્ચાય છે. સરકાર ગયાં વરસે વેકેશનનો નિર્ણય લીધો અને બાદમાં બદલી કાઢયો હતો. તેવી જ રીતે હજુ પણ વેકેશનનો નિર્ણય બદલવા માટે તક છે.