રાજકોટમાં જંક્શન પ્લોટમાં ગઈકાલે મામાજી અને પત્નીની હત્યા કર્યા બાદ પતિએ બંને બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, આજે ત્રણેયનાં મોત

2,045 Views

રાજકોટ – રાજકોટમાં 12 કલાકમાં એક જ પરિવારના 5 સભ્યનાં મોત થયાં છે. ગઈકાલે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ પતિ ઈમરાન પઠાણે બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં આજે ત્રણેયનાં કરુણ મોત નીપજ્યાં છે. આમ જ એક જ પરિવારના 5 સભ્યનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેનાં પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં આજે ત્રણેયનાં મોત નીપજ્યાં છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
                         ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો, આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણનાં સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યાં છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે 181 ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝિયા, તેના મામા નઝીર અને સાસુ ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યાં હતાં. મહિલા પોલીસ સ્ટેશનથી બધાં નીકળ્યાં ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો.
                રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ હતી. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જોકે કોર્ટ દ્વારા સમાધાન થતાં પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની, તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને મામાનાં મોત થયાં હતાં, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *