કોરોના મહામારીના આર્થિક અસર – નાણાં તાકીદે જોઈએ છે ? ઈન્સ્ટન્ટ પર્સનલ લોન તેનો ઉત્તર હોઈ શકે છે

213 Views

          મહામારીએ જીવન પર અલગ અલગ રીતે અસર કરી છે અને મોટા ભાગના લોકો નાણાંભીંસનો સામનો કરી રહ્યા છે. નાણાંભીંસના સંજોગોમાં સ્વાભાવિક રીતે જ તમારી બચતો અથવા રોકાણો તોડવાં પડે છે, પરંતુ તે પણ હંમેશાં વ્યવહારુ નહીં હોઈ શકે. અહીં જ વિશ્વાસુ ધિરાણદાર પાસેથી પર્સનલ લોન મદદરૂપ થઈ શકે છે. તમારાં નાણાંનું વ્યવસ્થાપન કરવા માટે પર્સનલ લોન ઉપયોગી નિવારણ કઈ રીતે નીવડી શકે તેનો અર્થ સમજાવવા પૂર્વે સૌપ્રથમ આપણે પર્સનલ લોન શું છે અને તે કઈ રીતે કામ કરે છે તે સમજી લઈએ.

          મોટા ભાગના ધિરાણદારો- બેન્કો અને નોન- બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) અસંરક્ષિત લોન ઓફર તરીકે પર્સનલ લોન આપે છે. આનો અર્થ તમે ઋણ લેવા માગો છો તે નાણાં સામે કોઈ પણ કોલેટરલ ગિરવે મૂકવાની જરૂર નથી. આ વિશિષ્ટતા જ આજે પર્સનલ લોનને બહુ લોકપ્રિય બનાવે છે. સંરક્ષિત ફાઈનાન્સિંગનાં અન્ય સ્વરૂપોથી વિપરીત પર્સનલ લોન ઝડપી અને આસાન છે. અરજી કરવાથી લઈને વિતરણ સુધીના બહુ જ ટૂંકા સમય સાથે તમને ખાસ કરીને કટોકટીને પહોંચી વળવા માટે નાણાંની જરૂર હોય તેના સહિત વિવિધ નિયોજિત અને અનિયોજિત ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી ભંડોળ મળી શકે છે. તેમાં સંકળાયેલું દસ્તાવેજીકરણ સીધુંસટ છે અને પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા પણ બહુ ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *