અમદાવાદીઓ માણી શકશે તહેવારોની મજા, 1લી તારીખથી કાંકરિયા લેક સહેલાણીઓ માટે ખૂલી જશે.

222 Views

અમદાવાદ –   કાંકરિયા લેકફ્રન્ટ શહેરીજનો ઉપરાંત રાજ્યભરના સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સત્તાવાળાઓએ દિવાળીના સપરમા દિવસોની નાગરિકોને શુભેચ્છા ભેટ આપવા માગતા હોવાથી આગામી તા.1 નવેમ્બરથી કાંકરિયા લેકફ્રન્ટને સહેલાણીઓ માટે પૂરેપૂરું ખોલી દેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ કિડ્સ સિટી, મિની ટ્રેન પરનો પ્રતિબંધ પણ હજુ સુધી હટાવાયો નથી. વોટર એક્ટિવિટીઝ તેમજ રાઇડ પણ હજુ સુધી ચાલુ કરાઇ ન હતી. જેના કારણે ગત તા.1 ઓકટોબરથી કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું હોવા છતાં અન્ય પ્રવૃત્તિઓ પર એક અથવા બીજા પ્રકારના પ્રતિબંધથી આબાલવૃદ્ધો કાંકરિયા લેકફ્રન્ટની સહેલ માણવાનું ટાળી રહ્યા છે.

          પહેલા તબક્કામાં કાંકરિયા ઝૂ, બાલવાટિકા અને બટરફલાય પાર્કને મુલાકાતીઓ માટે તા.1 ઓકટોબરથી ખુલ્લાં મુકાયાં હતાં. કાંકરિયા ઝૂને ખુલ્લુ મુકાતાં બાળકો સફેદ વાઘણ, પ્રતાપ નામનો વાઘ, અંબર નામનો સિંહ, શ્વેતા તેમજ જાનકી નામની બે સિંહણને ઓપન પોટમાં મહાલતાં જોઇ શકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *