વાહનચાલકો માટે ખુશખબર, લાયસન્સને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, લોકોને થશે મોટો ફાયદો

493 Views

ગાંધીનગર – ગુજરાતના વાહન ચાલકો માટે એક મોટા ખુશખબર મળી રહી છે. આજે પણ રાજ્યમાં અનેક લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કાઢવાના બાકી છે. ત્યારે જેણે લાયસન્સ કઢાવી લીધું હોય તેને કોરોનાના કારણે આવેલા લોકોડાઉનના લીધે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આવા વાહનચાલકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

            આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યના વાહન વિભાગ તરફથી વાહનચાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે કોઈ પણ નાગરિકની પાસે લર્નિગ લાયસન્સ હોય અને તેની અવિધિ પુરી થવામાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હવે સમય મર્યાદા પુરી થઈ ગયા પછી તેને ફરીથી રીન્યુ કરી શકાશે.  તેમજ મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય તેવા લોકો હવે RTO માં જઈને લાયસન્સ રિન્યૂ કરવી શકશે.

            વાહન વિભાગે કરેલા નિર્ણય હેઠળ હવે કોઈ પણ નાગરિક RTOમાં 150 રૂપિયા ભરીને લર્નીગ લાયસન્સ રીન્યુ કરાવી 6 મહિનાની સમય મર્યાદા વધારી શકે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં. પરંતુ  લર્નિગ લાયસન્સ રીન્યુ કર્યા એક મહિના પછી અને 6 મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *