આખરે ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ થશે ? શિક્ષણાધિકારીની ચિંતન શિબિરમાં શું લેવાયો નિર્ણય જાણો.

1,369 Views

ગાંધીનગર – કોરોનાવાયરસ ના કારણે છેલ્લા છ મહિનાથી શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે આ મહામારીના સમયમાં શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વાલીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિંતન શિબિરમાં હાજર તજજ્ઞો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી પ્રાથમિક શાળા શરૂ કરવી જોખમી હોવાનું અને દિવાળી પછી પ્રથમ તબક્કામાં તકેદારી સાથે ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવાનું સ્પષ્ટ સૂચન કર્યુ હતું. આ સાથે શિબિરમાં નક્કી કરવામાં આવ્યું કે જ્યારે શાળાઓ ખુલે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે અંતર રાખવામાં આવે તેમ જ કોરોના નિયમોનું કડકમાં કડક પાલન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *