આ અભિનેત્રીએ મહેશ ભટ્ટને ગણાવ્યો બોલિવૂડનો ડોન, ભાણીયા પર ડ્રગ-ગર્લ્સ સપ્લાય કરવાનો લગાવ્યો આરોપ

1,582 Views

Mumbai – વિવાદો સાથે જૂનો સંબંધ ધરાવનારા ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટના નામે વધુ એક વિવાદ જોડાયો છે. અભિનેત્રી લવીના લોધે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને મહેશ ભટ્ટને બોલિવૂડનો ડોન ગણાવ્યો છે.

            વીડિયોમાં લવીનાએ મહેશ ભટ્ટના ભાણીયા અને વિશેષ ફિલ્મના વડા સુમિત સબરવાલ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેના કહેવા મુજબ સુમિત ડ્રગ્સ અને છોકરીઓ સપ્લાય કરતો હતો. લવીનાએ અમાયરા દસ્તૂર અને સપના પબ્બી જેવી અભિનેત્રીઓનો ઉલ્લેખ કર્યો છે. લવીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા અત્યંત વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કહ્યું છે કે લવીના – હેલો મારું નામ લવીના લોધ છે. હું આ વીડિયો મારી અને મારા પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવી રહી છું. મારા લગ્ન મહેશ ભટ્ટના ભાણીયા સુમિત સબરવાલ સાથે થયા હતા. મેં તેની વિરુદ્ધ છૂટાછેડાની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *