રાજ્યમાં જીવલેણ વાયરસના વધુ 1,021 નોંધાયા કેસો, પરિસ્થિતિ ગંભીર-

274 Views

            ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસો કહેર યથાવત છે, ઉલ્લેખનીય છે કે ચાર દિવસ ફરી કોરોનાના દૈનિક કેસનો આંક ૧૧૦૦થી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૨૧ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૬૬,૨૫૪ નોંધાયો છે. ગુજરાતમાં હાલ ૧૩,૯૮૭ એક્ટિવ કેસ છે અને ૭૧ દર્દી વેન્ટિલેટર પર છે. સતત બીજા દિવસે ૬ વ્યક્તિના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૬૮૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૧૩ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે ૮૯.૩૭% છે.

            છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૬૮-ગ્રામ્યમાં ૬૯ સાથે નવા ૨૩૭ કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૫૩૩૨ છે. અમદાવાદ શહેરમાં ૧૬૪-ગ્રામ્યમાં ૧૩ એમ ૧૭૭ સાથે કુલ કેસનો આંક ૪૧૨૮૧ છે. વડોદરા શહેરમાં ૭૫-ગ્રામ્યમાં ૪૨ સાથે ૧૧૭, રાજકોટ શહેરમાં ૬૭-ગ્રામ્યમાં ૩૬ સાથે ૧૦૩ નવા કેસ નોંધાયા હતા. જામનગરમાં ૧૭ ઓગસ્ટ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૫૦થી નીચે નોંધાયો હતો અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૬ વ્યક્તિ સંક્રમિત થઇ હતી. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે ગાંધીનગર, ૨૯ સાથે મહેસાણા, ૨૬ સાથે સાબરકાંઠા, ૨૨ સાથે સુરેન્દ્રનગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *