પીએમ મોદીએ કરી અપીલ- તહેવારોમાં મર્યાદામાં રહો, સૈનિકો માટે એક દીપક પ્રગટાવીએ

1,951 Views

દશેરાના ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે રેડિયો પર ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યું.  પીએમના ‘મન કી બાત’ કાર્યક્રમની આ 70મી કડી છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દશેરા સંકટો પર જીતનો પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનો પર્વ છે જ, સાથોસાથ આ તહેવારો સંકટ પર જીતનો પણ ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામાનાઓ પાઠવતાં કહ્યું કે આ વખતે દિવાળીમાં એક દીપક સરહદ પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવશો. પીએમ મોદીએ ફરી એકવાર કહ્યું કે હાલમાં તહેવારની સીઝન આવવાની છે. આ દરમિયાન લોકો ખરીદી કરશે, તમે ખરીદી દરમિયાન વોકલ ફોર લોકલનો સંદેશ ચોક્કસ યાદ રાખે અને સ્વદેશી સામાનને ખરીદો. PM મોદીએ કહ્યું કે, આપણે આપણા એ જાંબાઝ જવાનોને પણ યાદ રાખવા જોઈએ, જે આ તહેવારોમાં પણ સરહદ પર તૈનાત છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ તહેવાર ઉજવવાના છે, ઘરમાં એક દીપક પ્રગટાવો, ભારત માતાના આ વીર સંતાનોના સન્માન કરવાનું છે. વડાપ્રધાન મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખાદી આપણી સાદગીની ઓળખ છે, પરંતુ આપણી ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિકના રૂપમાં જાણીતી થઈ રહી છે. તે બોડી ફ્રેન્ડલી ફેબ્રિક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *