ઐતિહાસિક માઁ વાઘેશ્વરીના મંદિરે માઇભક્તોએ સ્વયભૂ સામાજિક અંતર જાળવીને માતાજીના દર્શન કર્યા.

1,424 Views

વડોદરા –વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે માઁ વાઘેશ્વરીના મંદિરે ભરાતા મેળાના  માહાત્મ્ય અંગે જણાવતા આનંદ થાય  છે કે વાઘેશ્વરી માતાજીની  મૂર્તિ આજથી 600 વર્ષ પૂર્વે મહીસાગર નદીના કાંઠાના ડુંગર ઉપરથી પ્રાપ્ત થઇ હતી ત્યારે  પ્રતાપપુરા ગામના એક ભગતને સ્વપ્ન આપ્યું તો ગામ લોકોએ  ત્યાં જઇ વાસ્તેગાસ્તે માતાજીની મૂર્તિ ગામમાં લાવી પ્રસ્થાપિત કરી. ત્યારથી અહીં આસો મહિનાની નવરાત્રીમાં દશેરાના દિવસે બહુ મોટો મેળો ભરાય છે. અહીં દૂર દૂરથી માતાજીના મંદિરે 600 વર્ષથી માઇભક્તો માટીના ગરબા લઇ દર્શન કરવા આવે છે. તે માટીના ગરબા દર વર્ષે 70000 જેટલા આવે છે તેમાંથી બીજા વર્ષે નવરાત્રી આવે ત્યારે માતાજીના માટીના ગરબા આપોઆપ અડધા પૃથ્વીમાં સમાય જાય છે એ માતાજીનો ચમત્કાર છે. આવા માતાજીના ચમત્કારી માહાત્મ્યને લીધે જ ચાલુ વર્ષે કોરોના મહામારીને ચાલતી હોવાથી  મેળાનું આયોજન મંદિરના ટ્રસ્ટ તરફથી બંધ રાખવામાં આવ્યું હતું છતાં પણ સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર  માતાજીના દર્શન ચાલુ રાખવામાં આવ્યા હતાં. માતાજીના સ્વયભૂ દર્શનમાં માઇભક્તોએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરી સભાનતા પૂર્વક દર્શન કર્યા હતાં…

જય માતાજી

શ્રી અજીતસિંહ રાજપૂત, પ્રોફેસર, ઝાલોદ કોલેજ જિ – દાહોદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *