પાકિસ્તાની PMએ લખ્યું, ફેસબુક પર ઈસ્લામોફોબિક કન્ટેન્ટને અટકાવો, આનાથી દુનિયામાં કટ્ટરતા વધી રહી છે.

340 Views

            પાકિસ્તાનમાં ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને લોકપ્રિયતા જાળવી રાખવા માટે હવે ઈસ્લામોફોબિયાનો સહારો લીધો છે. તેમણે ઈસ્લામ પ્રત્યે નફરતને મુદ્દો બનાવીને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ફેસબુકને ઈસ્લામોફોબિયા સાથે સંકળાયેલી પોસ્ટ હટાવવાની માગ કરી છે. ફેસબુકે ગત 12 ઓક્ટોબરે યુરોપમાં યહૂદી નરસંહાર સાથે જોડાયેલી એક જુઠ્ઠાણું ફેલાવનારી પોસ્ટ હટાવવાનો નિર્ણય કર્યો. 1940માં થયેલા નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે, ત્યારે જર્મન સેનાએ લગભગ 60 લાખ યહૂદી નાગરિકોને મારી નાખ્યા હતા. આ અંગે ઈન્ટરનેટ પર ખોટી વાતો છે, જેના કારણે ઘણા લોકો તો એવું પણ માનવા લાગ્યા છે કે આ નરસંહાર થયો જ નથી. લોકોને ભ્રમિત કરવા માટે ઘણી અફવાઓ ફેલાવવામાં આવી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડાંક સપ્તાહ પહેલાં જ ફેસબુકે આવી પોસ્ટ ડિલિટ કરવાનું શરૂ કરી દીધું છે. ઈમરાને પોતાની ચિઠ્ઠીને ટ્વિટર પર શેર કરી છે, જેમાં તેમણે ઝુકરબર્ગને સંબોધિત કરતાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુક દ્વારા વધી રહેલો ઈસ્લામોફોબિયા દુનિયાભરમાં કટ્ટરતા અને હિંસાને પ્રોત્સાહન આપે છે. હું ઈચ્છું છું કે તમે ફેસબુક પર ઈસ્લામોફોબિયા અને ઈસ્લામ વિરુદ્ધ નફરત પર એ જ રીતે પ્રતિબંધ લગાવો, જેવી રીતે હોલોકોસ્ટ પર લગાવ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે હોલોકોસ્ટના ખંડન અથવા તેની પર સવાલ ઉઠાવનારી પોસ્ટ પર પ્રતિબંધ લગાવીને ઝુકરબર્ગે પ્રશંસનીય કામ કર્યું છે. આ જર્મની અને આખાય યુરોપમાં નાજી પ્રોગ્રામનું પરિણામ હતું. દુનિયા મુસ્લિમો વિરુદ્ધ પણ આ રીતના અભિયાનની સાક્ષી બની રહી છે. દુર્ભાગ્યથી અમુક રાજ્યોમાં મુસલમાનોને તેમના નાગરિક અધિકારો, પહેરવેશથી માંડી પૂજા સુધી તેમના લોકતાંત્રિક વિકલ્પોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *