આજથી બગદાણામાં બજરંગદાસ બાપાના ધામ ગુરૂ આશ્રમ દર્શનાર્થે ખુલ્લો મુકાયો – ચા સેવા વિભાગ પણ ખલ્યો.

1,585 Views

સવારે 6થી રાત્રીના 10 વાગ્ય સુધી ભાવિકો દર્શન કરી શકશે પરંતુ યાત્રીકો માટે રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે.

બગદાણા – બજરંગદાસ બાપાના ધામ ગુરૂ આશ્રમ બગદાણા મંદિર સોમવાર એટલે કે આજથી દર્શન માટે ખુલ્લો મુકાયો છે. સાવેર 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ભાવિક ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે. આશ્રમના નિયમ મુજબ આરતી-પૂજા થશે. આશ્રમના સ્વયં સેવકો આ માટે ખાસ સેવા બજાવશે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. સરકારી ધારા-ધોરણ ગાઈડલાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈજર, ટેમ્પરેચર ગન વગેરેનું ઉપયોગ કરીને કોરોના મહામારીથી બચવાનો પ્રયાસ કરાશે.

        અત્રે ઉલ્લેખનીય છ કે કોરોના મહામારીને કારણે ગત તા. 20 માર્ચથી ગુરૂઆશ્રમ બંધ કરી દેવામાં આવ્યું હતું. મંદિરના વ્યવસ્થાપકોએ જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *