વડોદરા – પોલીસ હાજર હોવા છતાં કરજણની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ, ચપ્પલ ફેંકનાર ભાગી ગયો

379 Views

નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાયું

વડોદરા –    એક બાજુ કોરાના મહામારી ચાલુ છે અને બીજી બાજુ ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. પ્રચાર પ્રસાર દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. અહિંયા પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ટોળામાંથી કોઈએ ચપ્પલ ફેંક્યો હતો. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પત્રકારો સમક્ષ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. આ બનાવ પત્રકાર અને પોલીસની હાજરીમાં બન્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો. આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

 સભાને સંબોધ્યા બાદ કોઈ યુવકે ચપ્પલ ફેંક્યુ.
       કરજણના પુરોલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી સભાને સંબોધ્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહયા હતા. વાચચીત દરમિયાન કોઈએ નીતિન પટેલ પર ચપ્પલ ફેંક્યો હતો. જોકે તેમને ચપ્પલ વાગતા વાગતા રહી ગયુ હતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ સ્થાનિક પંથક અને રાજનૈતિક માહોલમાં ચકચાર મચી ગયો છે.

સુરતમાં ઈંડા ફેંકાયા હતા
       આવી જ રીતે પહેલા સુરતના યોગીચોક વિસ્તારમાં ધારીની પેટાચૂંટણી માટે મત માંગવા આવેલા કાકડીયાની સભા પર પણ ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં. જો કે તેમાં પોલીસે ગુનો નોંધીને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરના પતિની પણ ઈંડા ફેંકવના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકાયેલુ
       માર્ચ 2017માં ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનારા યુવકની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ (ઇટાલિયા) તરીકે થઇ હતી. જો કે તે વખતે પ્રદિપસિંહને ચપ્પલ વાગતા વાગતા રહી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *