અમેરિકામાં – વિશ્વભરના ગુજરાતીઓ શરદપૂર્ણિમાએ ગરબાની રમઝટ માણશે ‘આઈના’ દ્વારા ગ્લોબલ નવરાત્રીનું આયોજન

829 Views

ગુજરાતની કલા અને સંસ્કૃતિને વિશ્વફલક પર ધબકતી રાખવા ‘ચાલો ગુજરાત’ તથા ‘ચાલો ઇન્ડિયા’ નામના કાર્યક્રમનું આયોજન કરતી આઈના સંસ્થા NRI લોકો માટે ખુબ જાણીતું નામ છે. છેલ્લા 15 વર્ષોથી અમેરિકાના ન્યુજર્સી ખાતે આયોજિત થતા આ કાર્યક્રમને હજારો NRI લોકો માણતા આવ્યા છે. સંસ્થાના આજ સુધી થયેલા વિભિન્ન કાર્યક્રમોમાં 800થી વધુ દેશ-વિદેશના કલાકારો તથા વિભિન્ન ક્ષેત્રના દિગ્ગ્જ્જોની હાજરી રહી છે.

       કોરોનાના કપરા કાળમાં જયારે વિશ્વભરમાં કોઈ પણ કાર્યક્રમો કરવા અશક્ય બન્યા છે ત્યારે નવરાત્રી રસિકો માટે આઈના સંસ્થા એક અદભુત ગ્લોબલ નવરાત્રી શોનું આયોજન કરી રહી છે. ગ્લોબલ નવરાત્રી શોમાં ગુજરાતી સંગીત જગતના દિગ્ગ્જ કલાકારો કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, ઓસમાન મીર તથા કિંજલ દવે ગરબાની રમઝટ રજુ કરવાના છે. તથા સમગ્ર કાર્યક્રમને સૂત્રધાર તરીકે લોકપ્રિય અમદાવાદની આરજે દેવકી રજુ કરશે.

          આઈના યુએસએ સંસ્થાના પ્રમુખ સુનિલ નાયક જણાવે છે કે ત્રણ કલાકના આ રસપ્રદ કાર્યક્રમમાં અમેરિકા, લંડન, કેનેડા ,ઓસ્ટ્રેલિયા તથા ભારતમાં 15થી વધુ સંસ્થાઓ ભાગ લેવા નોંધાઈ છે. 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી વિશ્વભરના 20,000થી વધુ ગુજરાતીઓ આ કાર્યક્રમને માણી શકશે.

કાર્યક્રમમાં નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરવા માટેની લિંકhttp://aianaglobal.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *