વલસાડના 25 વર્ષીય યુવકનું ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં મોત, મૃતદેહ વતન લાવવામાં આવશે.

1,009 Views
  • અકસ્માત સર્જનાર બે યુવકોની વિક્ટોરિયા પોલીસ દ્વારા અટકાયત કરાઈ
  • પૂરપાટ ઝડપે સામેથી આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા વલસાડના અબ્રામાના યુવાનનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. બે કાર સામે-સામે ટકરાતા વિદ્યાર્થીની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સ્થળ પર જ મોત થયું હતું. હાલ તો તેના મૃતદેહને વતન પરત લાવવા તજવીજ ચાલી રહી છે.

મૃતક યુવક અભ્યાસ પૂર્ણ થયા પછી પીઆર માટે અરજી કરવાનો હતો

       મળતી માહિતી અનુસાર વલસાડના અબ્રામાં ખાતે આવેલી માર્બલ ફેક્ટરી પાસે રહેતા મહેશભાઈ સોંલકીનો એકનો એક પુત્ર ભાર્ગવ (ઉ.વ.25) છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો. ભાર્ગવ મોનાસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરી પીઆર માટે અરજી કરવાનો હતો.

સામેથી આવતી કારે ટક્કર મારી

ભાર્ગવ ગત 22મીના રોજ રાત્રે તેની નિશાન કારમાં સવાર થઈને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન મેલબોર્નના એલવૂડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે બેફામ ઝડપે હંકારીને ભાર્ગવની કારને ટક્કાર મારી હતી. આ સર્જાયેલા ભયંકર અકસ્માતમાં ભાર્ગવનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. વિકટોરિયા પોલીસે અકસ્માત સર્જનાર હોલ્ડન યુટે કારમાં સવાર 23 અને 24 વર્ષના બે યુવાનોની અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *