ઝાલોદ હિરેન પટેલ મર્ડર કેસ – ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશલ કસ્ટડીમાં ખસેડ્યા

310 Views

દાહોદ – 26 – ઝાલોદના નગરપાલિકાના કાઉન્સિલ હિરેન પટેલના મર્ડરના પ્રકરણમાં 2002ના કુખ્યાત આરોપી ઈરફાન પાડા, ઝાલોદના બુટલેગર અજય કલાલ સહિત ચાર જણાના આજ રોજ રિમાન્ડ પુરા થયા છે. તેઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઝાલોદના કાઉન્સિલ હિરેન પટેલના મોતને માર્ગ અકસ્માતમાં તબદીલ કરવા અને 2002નો ગોધરાકાંડનો કુખ્યાત આરોપી ઈરફાનભાઈ સીરાજભાઈ પાડા રહે. ગોધરા, ઝાલોદનો બુટલેગર અજય કલાલ, મહોમ્મદસમીર મહોમ્મદ સહેજાદ મુજાવર, રહે. મહેદપુરા કેસરપુર (એમપી) આ ચારેય આરોપીઓએ એકબીજાના મેલાપીપણામાં ગત તારીક 27મી સપ્ટેમ્બરના રોજ મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન પટેલને બોલેરો ડાલા ગાડીની અડફેટ લઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ આ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અને આ સંબંધે ઝાલોદ પોલીસ મથકે રાજકીય અદાવતે પટેલની મોતને ઘાટ પોતાની આશંકા સાથે જાણવાજોગ પર નોંધાઈ હતી આ સમગ્ર મામલા બાદ દાહોદ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતા ઉપરોક્ત ચારે આરોપીઓને થોડાક દિવસો બાદ ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન સુરજીત આયોજિત કાવતરા સાથે હિરેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આરોપીઓએ કબૂલાત પણ કરી હતી. ત્યારબાદ આ ચારેય આરોપીઓને ઝાલોદ કોર્ટ ખાતે વિડીયો કોન્ફરન્સ મારફતે બે વખત રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. આજે 26મી ઓક્ટોબરના રોજ પોલીસને આપવામાં આવેલ અત્યાર સુધીના રિમાન્ડ પુરા થતા આ ચારેય આરોપીઓને દાહોદની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશ ઉજ્જૈનના મહેદપુરના ધાબાના માલિક સહિત બે જણાને પણ હિરેન પટેલના મોતના પ્રકરણમાં દબોચી લઈ દાહોદ ખાતે લઈ આવ્યા છે અને તેઓના પણ આવતીકાલે એટલે કે, તારીખ 27 ઓક્ટોબરના રોજ રિમાન્ડ પૂર્ણ થનાર છે ત્યારે આ બે વ્યક્તિઓના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવશે કે પછી તેઓને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે ? તે તો આવનાર દિવસ જ કહેશે પરંતુ હિરેન પટેલના મોતના આ સમગ્ર પ્રકરણ આવનાર દિવસોમાં કેવાપ્રકારનો વળાંક લેશે તેમજ બીજા ક્યા ક્યા આરોપીઓના ચહેરાઓ બહાર આવસે કે કેમ ? તેની તરફ ઝાલોદ નગરવાસીઓ તેમજ જિલ્લાવાસીઓની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *