કોહલીનો વીડિયો જોયા પછી પૂર્વ IPL ટીમના માલિક હર્ષ ગોયન્કાએ ટ્વીટર પર લખ્યું – આ તો બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્નની અસર દેખાય છે.

2,492 Views

          આઈપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર લાગેલા બેન બાદ બે વર્ષ માટેના પુણેના ઓનર હર્ષ ગોયન્કા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીનો એક ફની વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી વોર્મ એપ સ્ટ્રેચિંગ દરમિયાન દેશી સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

          હર્ષ ગોયન્કાએ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, જ્યારે તમારા લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ સાથે થઈ જાય છે, ત્યારે ફિલ્ડમાં વોર્મ અપ એક્સરસાઈઝ જોવામાં મજા આવે છે. હર્ષ ગોયન્કા દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયોમાં વિરાટ કોહલી મજાકીયા અંદાજમાં જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *