કચ્છ – રાપરમાં છરીની અણીએ પરિણીતા પર કોલી પરિવારના બે જણાએ મળીને કર્યો સામૂહિક દુષ્કર્મ

286 Views

રાપર – શહેરના ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં 25 વર્ષિય પરિણીતા સાથે બે શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેવા રાપલ પોલીસ મથકે બે શખ્સો સામે સામૂહિક દુષ્કર્મ સહિતની કલમોના આધારે ગુનો નોંધાયો છે.

ધરીની અણીએ બન્ને નરાધમોએ પરિણીતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરચા રાપર પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગોત મુજબ રાપરની રહેવાસી 25 વર્ષિય પરિણીતાએ પોલીસ મથકે રાપરના વલ્લભપરમાં રહેતા ભરત હોથી કોલી અને પ્રકાશ વેરા કોલી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બન્ને આરોપીઓ મોટરસાઈકલ પર આવ્યા હતા અને આરોપી પ્રકાશ કોલીએ ભોગ બનનારને છરી દેખાડી ધમકી આપી બળજબરીથી મોટરસાઈકલમાં બેસાડી અપરહણ કરીને રાપના ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં છરીની અણીએ બન્ને આરોપીઓએ વારાફરતી પરિણીતાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાની મરજી વિરૂદ્ધ સામૂહિક દુષ્કર્મ આચરીને આરોપીઓએ જો વાત કોઈને કહીશ તો તને અને તારા પતિ અને તારા ભાઈઓને પુરા કરી દઈશું. તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાપર પોલીસ મથકે સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો લગાવીને ગુનો નોંધાયો હતો. બનાવને પગલે રાપર પીએસઆઈ એમ. એસ. રાણા દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *