કોલસેન્ટર માફિયા નીરવ રાયચુરાના બંગલામાં ચાલોતો દારૂનો બાર ઉપર પોલીસના દરોડા પાડતા પહેલાં પત્ની ફરાર

258 Views

અમદાવાદ – અમદાવાદ શહેરમાં એક સમય હતો ત્યારે બોગસ કોલસેન્ટર ચલાવવા માટે બેતાજ બાદશાહ નીરવ રાયચુરાનું નામ ખ્યાત નામ હતું. તેને ત્યાં અનેક યુવાઓ રોજગારી અર્થે રાત-દિવસ કામ કરતા હતા. આજે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ પર આવેલી ઓફિસમાં દૂરીની મહેફિલ ચાલી રહી છે તેવી માહિતી મળતા દરોડ પાડવામાં આવ્યા હતા. ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઝડપી લેવામાં આવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ કરતા નીરવનું ચાંગોદર સ્થિત રિવેરા ગ્રીન બંગ્લોઝમાં નિવાસ હોવાનું જાણવા મળ્યું હતું. જાણકારીને ધ્યાનમાં લઈને ગ્રામ્ય પોલીસે તે સ્થળે દરોડા પડતા ઘરમાં એક વૈભવી બાર મળી આવ્યો હતો. બંગ્લોઝમાં વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂ ભરેલી પાંચ કરતા વધારે બોટલ મળી આવી હતી.

        પોલીસે ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી હતી. ઘરમાંથી ગેરકાયદેસરના હથિયારો પણ મળી આવ્યા છે. જોકે પોલીસે જણાવ્યું છે કે હથીયારોના લાઈસન્સની પ્રાથમિક માહિતી મળી છે. ગ્રામ્ય પોલીસ ચાંગોદર ખાતેના બંગ્લામાં દરોડા પાડવા પહોંચે તે પહેલાં જ નિરવની પત્નીને અગોતરા ખબર પડી જતાં જ તે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. પત્ની ફરાર થઈ જતાં અનેક સાવાલો ઉભા થયાં છે.

        ડીસીપી પ્રેમસુખ ડેલુએ એસપી વીરેન્દ્ર સિંહને માહિતી આપી હતી કે ચાંગોદરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં નીરવનું ઘર આવેલું છે. સૂચના મળતા જ ચાંગોદર અને ગ્રામ્ય પોલીસે તે સ્થળે દરોડા પાડ્યા હતા. દરોડ પાડતાં પહેલા જ નીરવની પત્ની ઘરેથી ફરાર થઈ ગઈ હતી. બંગ્લામાં પ્રેવશ કરતા પોલીસે એક રૂપમાં જોતાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અદ્યતન દારૂ સાથેનો બાર મળી આવ્યો હતો. રૂમમાં મોટા-મોટા સોફા, એસી અને થિયેટર સાથેની અદ્યતન સુવિધાઓ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *