ઝાલોદ સીટીગ્રાઉન્ડની સાફ-સફાઈના અભાવે ખંડેર હાલત

210 Views

Jhalod – શહેરી વિસ્તારની સુવિધાઓ માટે નગરપાલિકાઓને દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાંટ મળતી હોય છે. અને તે ગ્રાંટને ખર્ચ નગર વિકાસ માટે કરવામાં આવે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા અમુક જાહેર જગ્યાને કચરાપટ્ટી નાખવા ફેરવી દે છે જે ઝાલોદમાં સીટીગ્રાઉન્ડમાં જોઈ શકાય છે.

            સીટીગ્રાઉન્ડ રમત પ્રેમીઓ માટે જાણીતું છે. નાના-મોટા બાળકો રમત રમતા હોય છે. એક તરફ કોરોના મહામારી પ્રવર્તમાન છે તો બીજી બાજુ તંત્રની બેદરકારીના કારણે નગરમાં અમુક સ્થળે સાફ સફાઈનો અભાવ જોવા મળે છે. તંત્ર દ્વારા કેટલીક જગ્યાઓનું ધ્યાન નહીં અપાતા શહેરીજનોને મળવી જોઈતી સુવિધાથી વંચિત રહેવું પડે છે. આમ તો શહેરી નાગરીકો પાસેથી વિવિધ વરા વસૂલાત કરવામાં આવે છે. વેરો વસૂલાત કરવા રિક્સામાં માઈક લગાડીને જાહેરાત કરવામાં આવે છે. આ કર વસૂલાત સામે સુવિદાઓ પણ આપવી જરૂરી છે. છતાં કેટલીક જગ્યા ઉપર આંખ આડા કાન કરવામાં આવતું હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

            લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું છે કે ઝાલોદ ખાતે સીટી ગ્રાઉન્ડ આવેલ છે. જયાં નગરના બાળોક આ ગ્રાઉન્ડનો રમત-ગમત માટે ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીના બહાના આસરે ઝાલોદ સીટી ગ્રાઉન્ડને તાળા મારી દેવામાં આવતા બંધ રાખવામાં આવેલ છે. જ્યારે સીટીગ્રાઉન્ડની અંદર ઘાસ-ફૂસ ફૂટી નીકળતા તેમજ લોખંડનો ભંગાર મૂકી રાખવામા આવતા ઝેરી જીવજંતુઓનો વાસ પણ બની ગયો છે. આ જીવજંતુઓ આજુબાજુના રહેઠાણોમાં આવી જાય છે તેવું ત્યાંના રહેવાસીઓએ જીવજંતુઓનું ભય સતાવે છે તેવું જણાવી રહ્યાં છે. જોકે હાલમાં રમત પ્રેમીઓ સીટી ગ્રાઉન્ડની અંદર જવા માટે કોટ કૂદીને જઈ રહ્યા છે. ઘણી વખતે બાળકોને શારીરિક ઈજાઓ થવાની સંભાવનાઓ પણ રહી છે.

          જો સીટી ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવે તો નગરના બળોકને રમત-ગમતનું મેદાન મળી રહે. તે પ્રત્યે નગરપાલિકાના તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી ઝાલોદ નગરના રમતવીરોના વાલીઓની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *