જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ફરીથી નક્કી કરી ભાવ ઘટાડવો પડ્યો

187 Views

        જૂનાગઢ રોપ-વેની ટીકીટના ઊંચા દરને લઈને જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથી આજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી, પરંતુ તે પણ જાણે લોલીપોપ સમાન હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે. જેમાં રોપ-વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ GSTનો ઉમેરો કર્યો છે. જેથી GST સાથે રૂ.700નો ભાવ નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો દર GST સાથે રૂ.300નો થાય છે.

        એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 700ની સાથે 18% અલગથી જીએસટી લેવાતું હતું. હવે નવા ભાવ 700 રૂપિયા જીએસટી સાથે લેવાશે. બાળકોની ટિકિટમાં પણ જીએસટી ઉમેર્યું છે. બાળકોની ટિકીટનો જુના ભાવ 300 + જીએસટી લેવાતા હતા. હવે નવા ભાવ માત્ર 300 રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠતા આ નિર્ણય લેવાયો છે. તમને જણાવીએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી મોંઘી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *