ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર પણ બદલી શકાશે પેસેન્જરનું નામ, જાણો શું પ્રોસેસ કરવી પડશે

404 Views

કોરોના મહામારીના કારણે દેશની લાઈફ લાઈન એટલે કે ઈન્ડિયન રેલ્વે પણ યોગ્ય રીતે કામ કરી શકી નથી. પેસેન્જર્સ ટ્રેન માર્ચ 2020થી કેન્સલ રહી છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશ્યિલ ટ્રેન સિવાય પાર્સલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. રેલ્વે વિભાગ ક્યારે ફરી સુચારુ રીતે કામ કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમયે જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો તો હવે તમે નવા નિયમોના આધારે કન્ફર્મ ટિકિટ પર પણ પેસેન્જરનું નામ ચેન્જ કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે. તો જાણો શું છે આ નવો નિયમ.

 • IRCTCએ બદલ્યો આ નિયમ, મળશે સુવિધા
 • ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર પણ બદલી શકાશે પેસેન્જરનું નામ
 • જાણો પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ

ઓનલાઈન બુકિંગ કરતી સમયે મોટાભાગે એવું બને છે કે લોકો પેસેન્જરનું નામ ભરવામાં ભૂલ કરી લે છે. આ સમયે તમે મુસાફરી કરી શકતા નથી અને ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. અનેકવાર તો એવું થાય છે કે ટિકિટ બુક કરી હોય પણ ટ્રાવેલિંગના પ્લાનમાં ચેન્જ આવ્યો હોય. આ સમયે તમે વિચારો છો કે તમારી ટિકિટ પર અન્ય કોઈ મુસાફરી કરી શકે તો સારું. તો હવે આ બાબત શક્ય બનશે.

 

 

IRCTC ના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકો છો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે. IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકશે. આ ફેરફાર એક જ વખત કરી શકાશે. તો જાણો કઈ રીતે તમે તમારી કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકો છો.

આ રીતે ટિકિટ પર બદલો પેસેન્જરનું નામ

 • પહેલાં તો ઓનલાઈન બુક કરાયેલી ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ લો.
 • આ પછી તમારા શહેરના રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.
 • ટિકિટ પર જેનું નામ કરાવવાનું છે તેના ઓરિજનલ આઈડી પ્રફ અને તેની ફોટોકોપી સાથે રાખો.
 • રેલ્વે રિઝર્વેશન કાઉન્ટરથી ટિકિટ પર પેસેન્જરનું જૂનું નામને બદલે નવા નામની એન્ટ્રી કરાવી શકાશે.
 • ધ્યાન રાખો કે ટ્રેન ડિપાર્ચરથી 24 કલાક પહેલાં રિઝર્વેશન કાઉન્ટરથી યાત્રીનું નામ બદલાવી શકાય છે. પછી આ કામ થઈ શકશે નહીં.
 • તમારી કન્ફર્મ ટિકિટ પર માતા પિતા, ભાઈ બહેન, દીકરો કે દીકરી, પતિ પત્નીનું નામ ટ્રાન્સફર થઈ શકે છે.

 

 

કયા ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • પાસપોર્ટ
 • રાશન કાર્ડ
 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • નેશનલાઈઝ્ડ બેંકની પાસબુક
 • વોટર આઈડી કાર્ડ
 • વેલિડ સ્ટૂડન્ટ આઈ કાર્ડ
 • ફોટો વાળું ક્રેડિટ કાર્ડ
 • રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલું ફોટો આઈડી કાર્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *