આપણો ભારત દેશ સંસ્કૃતિનો નો દેશ છે.આપણા દેશમાં ગણા જાતિના લોકો રહે છે અને તેમના અલગ અલગ ગ્રંથ છે.વિવિધ ભાષાઓ પણ છે.કેહવાય છે કે હજારો સાલ પેહલા આ ધરતી ઉપર ભગવાનો રેહતા હતા.ભારત સહિત વિશ્વભરના લોકોનો હિન્દુ પુરાણો સાથે અજોડ સંબંધ છે.હિન્દુ પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારોની સાથે કરોડ દેવી-દેવતાઓનું વિગતવાર સુંદર વર્ણન છે.
આ બધા દેવી દેવતાઓને લગતી ઘણી રહસ્યમય અલગ અલગ કથાઓ છે,પણ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.જેમાં એક કથા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પુત્ર સાથે રહસ્યમય રીતે જોડાયેલી છે.જેના વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગુસ્સાથી તેમના જ પુત્ર સામ્બાને રક્તપિત્ત થવાનો શ્રાપ આપ્યો હતો.
આજે અમે તમને આ રહસ્યમય વાર્તા વિશે જણાવીશું.ભગવાન શ્રીકૃષ્ણ પાસે ઘણી રાણીઓ હતી,જેમાં જામવંતી નામની એક રાણી હતી.શ્રીકૃષ્ણ અને જામવંતીના લગ્ન પાછળ એક વાર્તા પણ છે.પુરાણો અનુસાર,ભગવાન કૃષ્ણ અને જામવંત વચ્ચે કિંમતી રત્ન મેળવવા માટે 28 દિવસ યુદ્ધ ચાલ્યું હતું.યુદ્ધ દરમિયાન,જ્યારે જામવંતે કૃષ્ણના ખરા સ્વરૂપને માન્યતા આપી.
ત્યારે તેણે મણિ સહિત તેમની પુત્રી જામવંતીનો હાથ પણ આપ્યો.ભગવાન કૃષ્ણનો એક પુત્ર પણ હતો જેનું નામ સામ્બા હતું.પુરાણોમાં એવું કહેવામાં આવે છે કે સામ્બા એટલો સુંદર અને આકર્ષક હતો કે કૃષ્ણના ગણી પટરાણી પણ તેની સુંદરતાના પ્રભાવ હેઠળ આવી હતી.
તે ભગવાન કૃષ્ણ જેવો જ સુંદર હતો.એવું કહેવામાં આવે છે કે એક દિવસ શ્રીકૃષ્ણની રાણી,સામ્બાના રૂપથી પ્રભાવિત થઈ,તેના સુંદરતા સામે તે આકર્ષિત થઇ.સામ્બાની પત્નીનું રૂપ ધારણ કર્યું,આવું કરતા શ્રીકૃષ્ણે તે બંનેને સાથે જોયા.આથી ગુસ્સે થયા. તો તેમના જ પુત્ર ને શ્રી કૃષ્ણે સામ્બાને રક્તપિત્ત બનવાનો શ્રાપ આપ્યો.
પુરાણો અનુસાર કહેવામાં આવે છે કે મહર્ષિ કટકે કૃષ્ણના પુત્ર સામ્બાને રક્તપિત્તમાંથી મુક્તિ મેળવવા માટે,તે આપેલા શ્રાપ માં થી મુક્તિ મેળળવા માટે સૂર્ય ભગવાનની પૂજા કરવાનું કહ્યું હતું.તે પછી,સામ્બાએ ચંદ્રભાગા નદીના કાંઠે મિત્રવન ખાતે સૂર્યદેવનું મંદિર બનાવ્યું અને 12 વર્ષ સુધી સૂર્યદેવની તપસ્યા કરી.એવું કહેવામાં આવે છે,
કે સૂર્યદેવ સામ્બાની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા અને તેમને રક્તપિત્તમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા કહ્યું.પૂરનો અનુસાર આજે પણ ચંદ્રભાગા નદી રક્તપિત્ત તરીકે ઓળખાય છે.લોકો તેને આ કથા સાથે જોડે છે.એવું માનવામાં આવે છે કે આ નદીમાં સ્નાન કરનાર વ્યક્તિના રક્તપિત્ત ઝડપથી મટી જાય છે.